Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

IPL -2020: રોયલ ચેલેન્જ બેંગ્લોરને પાંચ વિકેટે હરાવી મુંબઈ ઇન્ડિયન્સની પ્લે ઓફમાં એન્ટ્રી

સૂર્યકુમાર યાદવની 43 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાથી અણનમ 79 રનની તોફાની ઇનિંગ

 

અબુધાબીઃ સૂર્યકુમાર યાદવના 43 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદતી અણનમ 79 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઇપીએલમાં પ્લે ઓફમાં પ્રવેશ કર્યો છે. આજની મહત્ત્વની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જ બેંગ્લોર (આરસીબી)ને પાંચ વિકેટે હરાવી 166 રન કરીને પ્લે ઓફમાં  પ્રવેશ કર્યો છે. સાથે મુંબઈ ઇન્ડિયન્સ 16 પોઇન્ટ સાથે પ્લે ઓફમાં પ્રવેશનારી તે પ્રથમ ટીમ બની છે.

આમ આઇપીએલની વર્તમાન સિરીઝમાં ગયા વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સે તેનો શાનદાર દેખાવ જાળવી રાખ્યો છે. કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરી હોવા છતાં પણ પોલાર્ડની કેપ્ટન્સી હેઠળ પણ મુંબઈ ઇન્ડિયન્સ સારો દેખાવ કરવામાં સફળ રહ્યું છે.

મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જ બેંગ્લોર (આરસીબી)ને બેટિંગમાં ઉતારવાનો નિર્ણય લીધા બાદ આરસીબી એક વખતે 11 ઓવરમાં એક વિકેટે 95 રન પર હતુ ત્યારે તેનો નિર્ણય ખોટો પડ્યો હોય તેમ લાગતુ હતુ. સમયે લાગતું હતું કે આરસીબી સરળતાથી 190 પ્લસ સ્કોર કરશે, કારણ કે સમયે વિરાટ કોહલી બેટિંગમાં હતો અને ડીવિલિયર્સ બેટિંગમાં આવવાનો હાકી હતો. પરંતુ બુમરાના એક સ્પેલે આરસીબીના વધતા સ્કોરિંગ રેટને બ્રેક મારી હતી.

બુમરાએ તેના બીજા સ્પેલમાં આરસીબી કેપ્ટન વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. છેલ્લા સ્પેલમાં તેણે આરસીબીના સેટ થઈ ગયેલા ઇનફોર્મ ઓપનર પડિકલને બોલ્ટના હાથમાં ઝડપાવ્યો હતો. પડિકલે 45 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 74 રન ફટકાર્યા હતા. તેના પછી તેણે શિવમ દુબેની વિકેટ પણ ઝડપી હતી. બુમરાએ ચાર ઓવરમાં ફક્ત 14 રન આપીને 3 વિકેટ ઝડપી આરસીબીની બેટિંગ લાઇનઅપની કરોડરજ્જુ તોડી નાખી હતી.

મોટો સ્કોર કરવા માટે આરસીબીની રહીસહી આશા ડીવિલિયર્સ પર હતી, પરંતુ પોલાર્ડની બોલિંગમાં આઉટ  થઈ ગયો હતો. તેણે 15 રન કર્યા હતા. એક સમયે આરસીબી 190 પ્લસ સ્કોર કરે તેમ લાગતું હતું જે પછી ફક્ત 6 વિકેટ ગુમાવી 164 રન કરી શક્યું હતું.

મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવ સિવાય ઓપનિંગમાં ઉતરેલા ડી કોકે 18 રન કર્યા હતા અને ઇશાન કિશને 25 રન કર્યા હતા. સિવાય બોલિંગમાં આરસીબી તરફથી સિરાજ અને ચહલે બે-બે વિકેટ ઝડપી હતી. સ્ટેઇન ચાર ઓવરમાં 43 રન આપી અત્યંત ખર્ચાળ પુરવાર થયો હતો.

(12:36 am IST)