Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

પૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલકુમાર શિંદેના પુત્રી અને

કોંગ્રેસી નેતાએ ડેંગ્યુ મચ્છર સાથે કરી PM મોદીની તુલના

સોલાપુર તા. ૨૯ : વરિષ્ઠ કોંગ્રેસી નેતા શશિ થરૂરે PM મોદી પર 'શિવલિંગ-વીંછી'ના હુમલા બાદ એક વધુ કોંગ્રેસ નેતાએ વિવાદીત નિવેદન આવ્યું છે. સોલાપુરના કોંગ્રેસ વિધાયક અને પૂર્વ કેન્દ્રિય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેની દીકરી પ્રણીતિ શિંદેએ પ્રધાનમંત્રી મોદીને 'ડેંગ્યુ મચ્છર'કહ્યા છે. પ્રણીતિએ આ નિવેદન એક કાર્યક્રમ દરમિયાન આપ્યું. જોકે હવે જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પર બીજેપી સમર્થક તેમને પોતાના નિશાના પર લઈ રહ્યા છે.

સોલાપુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા પ્રણીતિએ કહ્યું, 'આપણા દેશમાં એક નવું ડેંગ્યુ મચ્છર આવ્યું છે, જેનું નામે મોદી બાબા છે. બધા તેના કારણે બિમાર થઈ રહ્યા છે. તેને ખોટું બોલવાની બિમારી લાગી છે. જેવી કે ભાઈઓ હું મોંઘવારી ઓછી કરીશ, તમારા ખાતામાં ૧૫ લાખ જમા કરીશ.'

પ્રણીતિના પિતા સુશીલ કુમાર શિંદે યુપીએ સરકારના કાર્યકાળમાં કેન્દ્રિય વીજળી મંત્રી પણ રહી ચૂકયા છે. આ સાથે જે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પર પણ રહી ચૂકયા છે.  શનિવારે બેંગલુરૂ લિટરેચર ફેસ્ટિવલ કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. શશિ થરૂરે અહીં પોતાની પુસ્તકમાંથી કેટલાક પન્નાં વાંચ્યા.

થરૂરે આ દરમિયાન કહ્યું, એક સાધારણ રૂપક છે જેનું વર્ણન આરએસએસના અજાણ્યા સૂત્રએ એક પત્રકારને કર્યું હતું. મેં તેનો સંદર્ભ મારી પુસ્તકમાં કર્યો છે. થરૂરે કહ્યું, તેણે કહ્યું હતું કે મોદી શિવલિંગ પર બેઠેલા તે વીંછીની જેમ છે, જેને તમે હાથથી હટાવી નથી શકતાઅને ચપ્પલથી મારી નથી શકતા.'(૨૧.૫)

(9:46 am IST)