Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મુંબઈની અરજી માટે ૮૪૮ દિવસ, બિજિંગનો બે દિવસમાં ફેંસલો

એસ જયશંકરે યુએસ સમક્ષ વિઝાનો મુદ્દો ઉઠાવ્યો : ઈસ્લામાબાદમાં અમેરિકન કોન્યુસેલે વિઝા એપોઈન્ટમેન્ટ માટે વેઈટિંગ ટાઈમ ૪૫૦ જ દિવસનો રાખ્યો છે

નવી દિલ્હી, તા.૨૯ ; ભારતીયોને વિઝા આપવા માટે અમેરિકાએ લાંબો વેઈટિંગ પિરિયડ રાખ્યો છે અને તેની સામે ખાસી નારાજગી છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના સમકક્ષ એન્ટની બ્લિક્નન સમક્ષ આ મુદ્દો પણ ઉઠાવ્યો છે. જોકે ભારતને મિત્ર ગણાવતા અમેરિકાએ ચીનના નાગરિકો માટે વિઝા આપવા માં ભેદભાવભર્યુ વલણ અપનાવ્યુ છે. અમેરિકાની વેબસાઈટ જણાવી રહી છે કે, બિજિંગ માટે વિઝા અરજી પર ૨ દિવસમાં ફેંસલો લેવામાં આવે છે. જ્યારે દિલ્હીથી થયેલી અરજીનો નિકાલ માટે ૮૪૮ દિવસનુ વેઈટિંગ દર્શાવાઈ રહ્યુ છે.

મુંબઈથી થયેલી અરજીઓ માટે ૮૪૮ દિવસનો એપોઈન્ટમેન્ટ વેઈટિંગ ટાઈમ છે. બિજિંગમાં તો વિઝા અરજી કરનારા ને એપોઈન્ટમેન્ટ માટે ૨ જ દિવસ રાહ જોવાની હોય છે.

વધારે આશ્ચર્યની વાત એ છે કે, પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં અમેરિકન કોન્યુસેલે વિઝા અરજી બાદ એપોઈન્ટમેન્ટ માટે વેઈટિંગ ટાઈમ ૪૫૦ જ દિવસનો રાખ્યો છે. જે ભારત કરતા તો ઘણો ઓછો છે.

સ્ટુડન્ટ વિઝા માટે પણ અમેરિકાએ દિલ્હી અને મુંબઈમાં ૪૩૦ દિવસનો અને વિઝિટર વિઝા માટે દિલ્હીમાં ૮૩૩ દિવસનો વેઈટિંગ પિરિયડ રાખ્યો છે. જ્યારે ઈસ્લામાબાદમાં માત્ર એક દિવસનો અને બિજિંગમાં માત્ર ૨ દિવસનો વેઈટિંગ ટાઈમ છે.

મુંબઈમાં વિઝિટર વિઝા માટે જો અરજી કરી હોય તો ૮૪૮ દિવસ સુધી અને્ બીજા વિઝા માટે ૩૯૨ દિવસ સુધી રાહ જોવી પડે તેમ છે. જ્યારે ઈસ્લામાબાદમાં વિઝિટર વિઝા માટે ૪૫૦ અને બિજિંગ માટે બે જ દિવસનો વેઈટિંગ પિરિયડ છે.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને અમેરિકન વિદેશ મંત્રી બ્લિક્નને કહ્યુ હતુ કે, કોરોનાના કારણે વિઝા અરજીઓ પર પ્રક્રિયા રોકવામાં આવી હતી એટલે અરજીઓ પેન્ડિંગ છે. જોકે ભારતની જે સમસ્યા છે તેને ઉકેલ લાવવા માટે અમેરિકાએ એક યોજના તૈયાર કરી છે.

 

 

(7:18 pm IST)