Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

રૂપિયો પાતાળમાં: ૧ ડોલરના થયા ૮૧.૯૩

હવે ૮૨ રૂપિયા ભણી

નવી દિલ્‍હી, તા.૨૮: ડૉલર સામે રૂપિયામાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યું. બુધવારે એટલે કે આજે પણ રૂપિયો નવા નીચા સ્‍તરે પહોંચી ગયો છે. કરન્‍સી માર્કેટમાં ભારતીય ચલણ યુએસ ડોલર સામે ૮૨ની નજીક પહોંચી ગયું છે. અમેરિકી ડોલર સામે રૂપિયો ગગડીને ૮૧.૯૩પર આવી ગયો છે. સોમવારે ૮૧.૬૫૨૫ની રેકોર્ડ નીચી સપાટીને સ્‍પર્શ્‍યા બાદ મંગળવારે યુએસ ડોલર સામે રૂપિયો ૧૪ પૈસા વધીને ૮૧.૫૩ પર બંધ થયો હતો.

 આજે યુએસ ટ્રેઝરી યીલ્‍ડ ૨૦૧૦ પછી પ્રથમ વખત ૪% થી ઉપર છે. ડૉલર ઇન્‍ડેક્‍સ ૧૧૪.૬૮ની નવી ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. ડોલર ઇન્‍ડેક્‍સ અને ટ્રેઝરી યીલ્‍ડને સ્‍થિર કર્યા વિના, રૂપિયા માટે માળખું નક્કી કરવું અત્‍યંત મુશ્‍કેલ છે,ૅ વેપારીએ જણાવ્‍યું હતું. વેપારીઓના મતે રૂપિયાના અવમૂલ્‍યનને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા ડોલરનું વેચાણ કરી રહી છે અને સેન્‍ટ્રલ બેંક આવું જ ચાલુ રાખે તેવી શકયતા છે.

(12:00 am IST)