Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું : RCB ની સતત ત્રીજી હાર

ગ્લેન મેક્સવેલે 30 બોલમાં અણનમ 50 ફટકાર્યા : શ્રીકાર ભરતે શાનદાર 44 રન બનાવ્યા : હર્ષ પટેલની શાનદાર બોલિંગ

મુંબઈ :  ગ્લેન મેક્સવેલમ , શ્રીકર ભરતની શાનદાર ઇનિંગ અને હર્ષ પટેલની શાનદાર બોલિંગના કારણે બેંગલોરે IPL 2021 ની 43 મી મેચમાં રાજસ્થાનને સાત વિકેટે હરાવ્યું. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા રાજસ્થાને નવ વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરે 17 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. રાજસ્થાનની આ સતત ત્રીજી હાર છે. આ જીત સાથે બેંગલુરુના પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ છે. આ સાથે જ રાજસ્થાન આઠ પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 ની 43 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવ્યું. આ મેચમાં ટોસ હાર્યા બાદ રાજસ્થાનએ એવિન લેવિસની 58 રનની મજબૂત ઇનિંગના આધારે નિર્ધારિત ઓવરમાં 149 રન બનાવ્યા હતા. બેંગલોરે રાજસ્થાન તરફથી આ લક્ષ્‍ય માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યું હતું. ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમની જીતનો પાયો નાખ્યો. સ્વેશબકલિંગ બેટ્સમેન ગ્લેન મેક્સવેલે 30 બોલમાં અણનમ 50 રનની ઇનિંગ રમી હતી, જેમાં છ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો. આ સિવાય શ્રીકાર ભરતે 44 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી.

વિરાટ કોહલીને દેવદત્ત પડિક્કલે રાજસ્થાનના પડકારને પહોંચી વળવા માટે તોફાની શરુઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ સારી શરુઆત અપાવી હતી. જોકે તે બંને ઓપનીંગ જોડી પેવેલિયન પરત ફરતા થોડોક સમય સ્કોર બોર્ડ ધીમુ પડ્યુ હતુ. 48 રનના આરસીબીના સ્કોર પર પડિક્કલના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેણે 17 બોલમાં 22 રન કર્યા હતા. આ દરમ્યાન તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલી ત્યાર બાદ 52 રનના ટીમ સ્કોર પર આઉટ થયો હતો.

કોહલીએ 20 બોલમાં 25 રન કરીને રન આઉટ થતા વિકેટ ગુમાવી હતી. કોહલીએ ઇનીંગમાં 4 ચોગ્ગા લગાવ્યા હતા. જેમાંથી 3 ચોગ્ગા પ્રથમ ઓવરમાં જ ફટકાર્યા હતા. ત્યાર બાદ ટીમને શિખર ભરત અને ગ્લેન મેક્સવેલે સંભાળી હતી. ભરતે 35 બોલમાં 44 રન કર્યા હતા. આ દરમ્યાન 1 છગ્ગો અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. મેક્સવેલે 30 બોલમાં અર્ધશતક લગાવ્યુ હતુ.

(11:35 pm IST)