Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

બે બાળકની દાંતની સમસ્યાને લઈ મોદી-બિસ્વાને ફરિયાદ

આસામના બે બાળકોના પત્ર વાયરલ : રઈસા રાવજા અહેમદ અને આર્યન અહેમદે પીએમ મોદી અને સીએમ બિસ્વા સરમાને બે અલગ-અલગ પત્ર લખ્યા

દિસપુર, તા.૨૯ : આસામના બે બાળકોના પત્ર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ પત્ર પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ હિમંતા બિસ્વા સરમાને લખવામાં આવ્યો છે. પત્રમાં બાળકોએ પીએમ મોદી અને સીએમ હિમંતા સાથે માસૂમ અપીલ કરી છે. બાળકોએ પત્રમાં પોતાના દાંતની સમસ્યાને લઈને ફરીયાદ કરી છે.

૬ વર્ષની રઈસા રાવજા અહેમદ અને ૫ વર્ષના આર્યન અહેમદે પીએમ મોદી અને સીએમ બિસ્વા સરમાને બે અલગ-અલગ પત્ર લખ્યા છે. રાવજા અને આર્યને પત્રમાં પોતાના દાંતને લઈને ફરિયાદ કરી છે. બંને બાળકોનુ કહેવુ છે કે તેમને પોતાનુ મનગમતુ ખાવાનુ ચાવવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે કેમ કે તેમના બાળપણમાં દાંત પડ્યા બાદ નવા દાંતો આવવામાં ઘણો સમય લાગી રહ્યો છે તેથી તેમણે પીએમ અને સીએમને આ પત્ર લખ્યો છે જેથી તેમની સમસ્યા પર સુનાવણી થઈ શકે. ફેસબુક પર આ બંને બાળકોના પત્રની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેને બાળકોના કાકા મુખ્તાર અહેમદ દ્વારા શેર કરવામાં આવી છે. પત્રમાં બંને બાળકોને પીએમ મોદી અને સીએમ સરમાને સંબોધિત કરતા લખ્યુ, કૃપયા આવશ્યક કાર્યવાહી કરે. પત્રમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેવી રીતે પોતાના મનગમતા ભોજનને સારી રીતે ચાવી શકતા નથી. એક પત્રમાં બાળકોએ લખ્યુ, ડિયર મોદીજી.. મારા ૩ દાંત આવી રહ્યા નથી, આના કારણે મને ખાવાનુ ચાવવામાં મુશ્કેલી પડી રહી છે.

આ પોસ્ટને ૨૫ સપ્ટેમ્બરે શેર કરવામાં આવી હતી. બાળકોનો આ પત્ર સોશ્યલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને યુઝર્સને તેમનો આ પ્રેમાળ અંદાજ ખૂબ ગમી રહ્યો છે. પત્ર પર બાળકોએ નાનું ડ્રોઈંગ પણ બનાવ્યુ છે.

(8:49 pm IST)