Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ઈન્ડો અમેરિકન સિનીયર સિટીઝન એસોસિએશન ઓફ હડસન કાઉન્ટી, જર્સી સિટી, ન્યુજર્સીનો રજત જયંતી વર્ષમાં પ્રવેશ : નાનકડું બીજ આજે ૧૧૦૦થી વધુ આજીવન સભ્યો સાથેનું વિશાળ વટવૃક્ષ બન્યું : દાતાઓના સહકારથી સંસ્થાના મકાનની મરમ્મતની કામગીરી બાદ નવસર્જિત ઈમારતનું ભવ્ય લોકાર્પણ કરાયું

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : ઈન્ડો અમેરિકન સિનીયર સિટીઝન એસોસિએશન ઓફ હડસન કાઉન્ટી, જર્સી સિટી, ન્યુજર્સીનો રજત જયંતી વર્ષમાં પ્રવેશ થયો છે. નાનકડું બીજ આજે ૧૧૦૦થી વધુ આજીવન સભ્યો સાથેનું  વિશાળ વટવૃક્ષ બન્યું છે. દાતાઓના સહકારથી સંસ્થાના મકાનની  મરમ્મતની કામગીરી બાદ નવસર્જિત ઈમારતનું ભવ્ય લોકાર્પણ કરાયું છે.

ઈન્ડો અમેરિકન સિનીયર સિટીઝન એસોસિએશન ઓફ હડસન કાઉન્ટી, જર્સી સિટી, ન્યુજર્સીનો રજત જયંતી વર્ષમાં પ્રવેશ.નિમિત્તે સંસ્થાના દાતાઓના સહકારથી સંસ્થાના મકાનના મરમ્મતની કામગીરી દરમ્યાન સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ સર્વશ્રી જતીન્દર બક્ષીજી, ડો મનમોહન પટેલ, બળવાંતભાઈ(બલિ) પટેલ, તથા તમામ કારોબારી સભ્યો, સલાહકાર સમિતિ, તથા મુખ્ય દાતાઓની ઉપસ્થિતીમાં ગોવિંદા સંસ્કાર કેન્દ્રના પંડિતશ્રી હરીશભાઈ પાઠક દ્વારા સંપૂર્ણ ધાર્મિક પ્રવધાનથી પૂજનવિધિ કરીને અને શ્રી બક્ષીજી દ્વારા અપાયેલ જમણવાર સાથે નવસર્જિત ઈમારતનું ભવ્ય લોકાર્પણ કરાયેલ.

કોરોનાને કારણે સભ્યોની માર્યાદિત હાજરીમાાં અને કારોબારી સભામાં આનંદોલ્લાસ સાથે ઉદઘાટન વિધીનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરાયેલ.
ઓગસ્ટ ૦૭, ૨૦૨૧ ના રોજ મળેલી વાર્ષિક હિસાબો માટે મીટીંગ મળેલ જેમાં હાજર સભ્યો , ચેરમેન જતીન્દરસિંહ બક્ષીજી, ટ્રસ્ટી ડો મનમોહન પટેલ,  તથા બળવાંતભાઈ પટેલ .હોદ્દેદાર -કારોબારી સભ્યો .સલાહકાર સમિતિના સભ્યો  તથા સંસ્થાના ઓડીટર સાથે ચર્ચા વિચારણા કરીને કોરોના કાળ વચ્ચે પણ આવક આશરે $૬૧૬૨૩ ની સામે ખર્ચ કરેલ $૫૩૦૮૬  તે મંજુર કરેલ અને વધારાના ખર્ચ માટે વાત કરતા ફક્ત ૧૫ મીનીટમાાં શ્રી બક્ષીજી અને ડો મનમોહન પટેલ દ્દરેક દ્વારા $૫૦૦૦/  અને શ્રી દિલીપભાઈ ,ચંદ્રકાંત ભટ્ટ ,રસેશભાઈ ,રજનીભાઈ  ભૂપેન્દ્રભાઈ ,માલતીબેન , કિશોરભાઈ,  રૂપલ શાહ,જસપ્રિતસિંગ, સુભાષ શાહ દ્વારા $૫૦૧ દરેકના જાહેર કરેલ અને સંસ્થાના પેટ્રન શ્રી ગીરીશભાઈ સોની દ્વારા $૧૧૦૦૦  આપેલ છે ( અગાઉ બક્ષીજી અને ડો મનમોહન પટેલ દ્વારા $૫૦૦૦ અને ગીરીશભાઈ દ્વારા $૧૦૦૦૦ દાન મળેલ છે) કારોબારી મીટીંગનું ભોજન શ્રી બલવન્તભાઈ દ્વારા અપાયેલ.

યારબાદ સ્વ હરિકૃષ્ણ શાહ પરિવાર ,ભીખુભાઈ ,વિજય શાહ ,ગીતાબેન ,કાન્તીભાઈ રાઠોડ ,બલભદ્ર ઝવેરી,   દરેક દ્વારા $૫૦૧,બી સી બી બેંક દ્વારા $૬૭૫  અને શ્રી ડો હેમંત શાહ દ્વારા $૩૦૦૦  મળેલ છે.

સંસ્થાએ ચેરમેન શ્રી બક્ષીજીના સાન્નિધ્યમાાં ૧૫ મી ઓગસ્ટનો કાર્ચક્રમ આયોજિત કર્યો હતો.  

આગામી ઓક્ટોબર ૦૧, ના મહાત્મા ગાંધી જયંતીની ઉજવણી વર્લ્ડ વીગન વીઝન સંસ્થાના ઉપક્રમે આયોજિત કરેલ છે, જેને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડીયા, ન્યુયોર્ક દ્વારા સ્પોન્સર કરાયેલ છે. આ કાર્યક્રમ  શ્રી નીતિનભાઈ વ્યાસ,  અને માય હોમ એડલ્ટ ડે કેરના શ્રી  પ્રદીપભાઈ કાબરીયા, ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન એસોસિએશનના સભ્યોના સહકારથી અન્ય અનેક સંથાઓ અને અગ્રગણ્ય લોકોના સહકારથી માય હોમ ડે કેર સેન્ટર પર રાખેલ છે .

સંથાએ નવેમ્બર ૦૬, ૨૦૨૧ શનિવાર બપોરે ૧૨ થી ૨ સંસ્થાની જનરલ બોડી મીટીંગ અને  નવેમ્બર ૧૩. ૨૦૨૧ શનિવારે ૧૨ થી ૫ દિવાળી પાર્ટીનાં કાર્યક્રમનું ભવ્ય આયોજન કરેલ છે અમારા નવા ફોન નંબર-
૧-૮૪૮-૩૦૮-૩૨૪૧ ની નોધ લેવા અને અમારી નવી વેબ સાઈટ-  Indoamericanseniorsjerseycitynj.com ની નોધ લેવા વિનંતી છે.
(માહિતી સૌજન્ય: રસેશ શાહ)

(7:53 pm IST)