Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

શાળાના છાત્રો માટે વડાપ્રધાન પોષણ યોજનાને મંજૂરી મળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક : રાજકોટ અને કાલાનાસની ૧૧૧ કિમીની રેલવે લાઈન અને નીમચ અને રતલામ લાઈનના ડબલિંગને મંજૂરી

નવી દિલ્હી, તા.૨૯ : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રેલવેના બે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક થઈ. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે રતલામ રેલવે લાઈનના ડબલિંગને મંજૂરી આપવામાં આવી છે. આ ૧૩૩ કિલોમીટર લાંબો રૂટ છે. તેમણે કહ્યુ કે નીમચ અને રતલામ લાઈન હજુ પણ સિંગલ લાઈન છે. આની ડબલિંગની મંજૂરી આપવામાં આવી છે. ચિત્તોડ અને તેની આસપાસના લોકોને ફાયદો થશે. ગુજરાતમાં રાજકોટ અને કાલાનાસની ૧૧૧ કિમીની લાઈનને પણ ડબલિંગની મંજૂરી આપવામાં આવી છે. ત્રણ વર્ષમાં કામ પૂરૂ થઈ જશે.

આ સાથે જ પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ હેઠળ સરકારી અને સરકારી સહાયતા પ્રાપ્ત સ્કુલોમાં ભણનાર લોકોને બપોરનુ જમવાનુ આપવામાં આવશે. જેમાં એક લાખ કરોડ કરતા વધારેનો ખર્ચ થશે.

કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાણકારી આપી કે ૨૧ સપ્ટેમ્બર સુધી (૧ એપ્રિલથી) ૧૮૫ બિલિયન ડોલરની નિકાસ થઈ ચૂકી છે. જે એક રેકોર્ડ છે. આ સાથે જ તેમણે કહ્યુ, આવી અફવાઓ ચાલી રહી છે કે ચીનથી સફરજનના આયાત પર શુલ્ક ઓછો કરી દેવાયો છે. એવો કોઈ નિર્ણય લેવાયો નથી. આ સમગ્ર રીતે નિરાધાર છે. એવુ લાગે છે કે કેટલાક લોકોની પાસે માત્ર અફવા ફેલાવવાનો ધંધો છે.

(7:46 pm IST)