Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સ્તનપાન કરાવતી માતાઓને સ્તનપાન કરાવવાનો અને શિશુને સ્તનપાન કરવાનો મૂળભૂત અધિકાર છે જે કલમ 21 હેઠળ સુરક્ષિત છે : કર્ણાટક હાઇકોર્ટ

કર્ણાટક : સ્તનપાન કરાવતી માતાઓને સ્તનપાન કરાવવાનો અને શિશુને સ્તનપાન કરવાનો મૂળભૂત અધિકાર છે જે કલમ 21 હેઠળ સુરક્ષિત છે .
અને તે માતાના સ્તનપાનના કરાવવાના અધિકાર સાથે સુસંગત છે. તેવો કર્ણાટક સિંગલ જજ જસ્ટિસ કૃષ્ણ એસ દીક્ષિતે ચુકાદો આપ્યો છે.

માતૃત્વનું આ મહત્વનું લક્ષણ, ભારતના બંધારણની કલમ 21 હેઠળ ગેરંટી આપવામાં આવેલા મૂળભૂત અધિકારોની છત્ર હેઠળ સુરક્ષિત છે; તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ સુંદર બાળક કોઈ પણ દોષ વગર સ્તનપાન વગરનું રહ્યું, તેની સ્તનપાન કરાવતી માતાને અત્યાર સુધી તેની પહોંચ નહોતી; એક સુસંસ્કૃત સમાજમાં આવી વસ્તુઓ ક્યારેય ન થવી જોઈએ, તેવું નામદાર કોર્ટે ”આદેશમાં જણાવ્યું હતું.

અદાલત બાળકની કસ્ટડી માટે જનેતા માતા અને પાલક માતા વચ્ચેના વિવાદની સુનાવણી કરી રહી હતી.

પાલક માતાના વકીલે દલીલ કરી હતી કે તેણીએ ઘણા મહિનાઓ સુધી પ્રેમ, સ્નેહ અને સંભાળ સાથે બાળકની સંભાળ રાખી હતી અને તેથી તેને બાળકને જાળવી રાખવાની મંજૂરી આપવી જોઈએ.સાથોસાથ કહેવામાં આવ્યું હતું કે આનુવંશિક માતાને પહેલાથી જ બે બાળકો છે જ્યારે પાલક માતાને એક પણ નથી.

કોર્ટે જણાવ્યું હતું કે સ્તનપાન કરાવતી માતાને તેના બાળકને સ્તનપાન કરાવવાનો અધિકાર અને શિશુને માતાનું દૂધ પીવડાવવાનો અધિકાર કલમ 21 હેઠળ સુરક્ષિત છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(5:31 pm IST)