Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

પાકિસ્તાન આપી રહ્યું છે ૧૨ આતંકી સંગઠનોને આશરો : પાંચનું નિશાન ભારત

જમીન અને આર્થીક મદદ ઉપલબ્ધ કરી રહ્યો છે પાડોશી દેશ : અમેરિકી કાંગ્રેસનલ રિસર્ચ સર્વિસના રિપોર્ટમાં ખુલાસો

 વોશિંગટન  તા ૨૯, પાકિસ્તાન ૧૨ આતંકી સંગઠનોને આશરો આપી રહ્યું છે. તેમાંથી ૫ આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન અફઘાન, ભારત, કાશ્મીર કેન્દ્રિત અને ઘરેલું આતંકી ગતિવિધિઓમાં સામેલ છે. આ વિશેષ ક્ષેત્રમાં આતંકી ઘટનાઓને અંજામ આપવામાં ખાસ સક્રિય છે. પાકિસ્તાન તેને જમીનની સાથે સાથે જ આર્થીક મદદ પણ કરી રહ્યું છે. આ ખુલાસો અમેરિકાની સ્વતંત્ર કાંગ્રેસનલ રિસર્ચ સર્વિસના રિપોર્ટમાં થયો છે. કવાડ સંમેલન દરમિયાન  જાહેર કરાયેલા આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ પાંચ આતંકી સંગઠનોથી સમગ્ર દુનિયાને ખતરો છે. બે અન્ય સંગઠન પાકિસ્તાન અને શિયા સમુદાયને નિશાન બનાવી રહ્યા છે.

સીઆરએસના રિપોર્ટ અનુસાર, અમેરિકી અધિકારીઓએ પાકિસ્તાનમાં આતંકીના કેટલાક ઓપરેશનલ બેસ અને  મિલિટેન્ટ ગ્રુપની ઓળખની છે. તેમાંથી કેટલાક સંગઠન ૪૦ વર્ષથી અધિક સમયથી પાકિસ્તાનમાં સક્રિય છે.

 ભારતને નિશાન બનાવનારા આતંકી સંગઠનો

 લશ્કર - એ - તૈયબાઃ ૧૯૮૦માં  પાકિસ્તાનમાં બન્યું હતું આ આતંકી સંગઠન ૨૦૦૧માં વૈશ્વિક આતંકી સંગઠનના રૂપમાં ડિઝાઇન કરવામાં આવ્યું. ૨૦૦૮માં લશ્કરે મુંબઈમાં સૌથી મોટો ધમાકો કર્યો

  જૈશ - એ - મોહમ્મદ ૨૦૦૦માં મસૂદ અજહરે આ સંગઠનની સ્થાપના કરી. ૨૦૦૧માં વિદેશી આતંકી સંગઠનના રૂપમાં ડિઝાઇન કર્યું. ૨૦૦૧ના ડિસેમ્બરમાં તેને ભારતની સાંસદ ઉપર હુમલો કર્યો

   હરકત - ઉલ - જિહાદ - ઇસ્લામી ૧૯૮૦માં અફઘાનિસ્તાનમાં હરકત - ઉલ - જિહાદ - ઇસ્લામી સંગઠન બન્યું ૧૯૮૯થી ભારતમાં કેટલાક હુમલાઓ, ૨૦૧૦માં વૈશ્વિક આતંકી સંગઠન બન્યું  ૨૦૨૧ સુધી તાલિબાનમાં લડાકુ મોકલતા રહ્યા, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં સક્રિય

 જમાત - ઉદ - દાવા : ૨૦૦૮માં હાફિજ સઇદે સ્થાપના કરી, હવે પ્રતિબંધિત 

   હિઝબુલ મુજાહિદીનઃ ૧૯૮૯માં હિઝબુલ મુજાહિદીન ઇસ્લામિક રાજનૈતિક પાર્ટીના નામથી સ્થાપના ૨૦૧૭માં વૈશ્વિક આતંકી સંગઠન ઘોષિત, ભારત પર કેટલીક વાર હુમલા, સૌથી મોટું અને જૂનું આતંકી સંગઠન, જમ્મુ કાશ્મીરથી પણ થતું રહ્યું સંચાલન

 અન્ય સક્રિય આતંકી સંગઠન

 અન્ય આતંકી સંગઠનોમાં હક્કાની નેટવર્ક, અલકાયદા ઈન ધ ઇન્ડિયા સબકોન્ટિનેન્ટ, ઇસ્લામિક સ્ટેટ ખુરાસન પ્રોવીંસ, અફઘાન તાલીબાન, તહરીહ - એ - તાલીબાન પાકિસ્તાન, બલુચિસ્તાન લીબરેશન આર્મી, સીપાહ - એ - સાહબા પાકિસ્તાન સામેલ છે.

(3:26 pm IST)