Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

પાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપસર સ્કૂલની મહિલા પ્રિન્સીપાલને મોતની સજા

લાહોર તા.૨૯ : પાકિસ્તાનની એક કોર્ટે ઈશનિંદાના આરોપમાં સ્કૂલની એક મહિલા પ્રિન્સિપાલને મોતની સજા સંભળાવી છે. લાહોરની જિલ્લા તથા સત્ર કોર્ટે સોમવારે નિશ્તર કોલોનીની એક પ્રાઇવેટ સ્કૂલની મહિલા પ્રિન્સિપાલ સલમા તનવીરને મોતની સજા સંભળવી છે. તેમની પર ૫૦૦૦ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે.

એડિશનલ જિલ્લા તથા સત્ર કોર્ટના ન્યાયાધીશ મંસૂર અહમદે ચુકાદો સંભળાવતા કહ્યું કે, સલમા તનવીરની વિરુદ્ઘ ઈશનિંદાનો મામલો નોંધવામાં આવ્યો હતો. તેમની પર પયગંબર મોહમ્મદને ઈસ્લામના અંતિમ પયગંબર ન માનીને ઈશનિંદા કરી. લાહોર પોલીસે વર્ષ ૨૦૧૩માં એક સ્થાનિક મૌલવીની ફરિયાદના આધારે સલમા તનવીરની વિરુદ્ઘ ઈશનિંદાનો મામલો નોંધી દીધો હતો. તેમની પર મોહમ્મદ પયગંબરને ઈસ્લામના અંતિમ પયગંબર ન માનવા અને પોતે ઈસ્લામના પયગંબર હોવાનો દાવો કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા.

સલમા તનવીરના વકીલ મુહમ્મદ રમઝાને દલીલ કરી હતી કે તનવીરની માનસિક સ્થિતિ ઠીક નથી અને કોર્ટે આ તથ્ય પર ધ્યાન આપવું જોઈએ. ફરિયાદી પક્ષ દ્વાર કોર્ટમાં સોંપવામાં આવેલા પંજાબ ઇન્ટિ કટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થના એક મેડિકલ બોર્ડના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સંદિગ્ધ કેસ ચલાવવા માટે ફિટ છે, કારણ કે તેમની માનસિક સ્થિતિ બિલકુલ ઠીક છે. આ રિપોર્ટના આધારે કોર્ટે સલમા તનવીરના વકીલની દલિલોને ફગાવી દીધી હતી.

(3:24 pm IST)