Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

નર્સે ભુલથી કોરોના વેક્સિન આપવાને બદલે આપી હડકવા રસી !

મેડિકલ સેન્ટરના પ્રભારી મહિલા ડોક્ટર અને નર્સને સસ્પેન્ડ કરાયા

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ઘટના પ્રકાશમાં આવી છે,જેમાં એક મેડિકલ સેન્ટરમાં એક વ્યક્તિને કોવિડ -19 રસીને બદલે હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી, જો કે આ ઘટના બાદ આ મેડિકલ સેન્ટરના એક તબીબ અને એક નર્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ,આ વ્યક્તિનું નામ રાજકુમાર યાદવ છે અને તે થાણેનો રહેવાસી છે.થાણેના કાલવા વિસ્તારમાં આવેલા એક મેડિકલ સેન્ટરમાં આ વ્યક્તિ વેક્સિન લેવા માટે ગયો હતો.પરંતુ નર્સ ભુલથી કોરોના વેક્સિનને બદલે હડકવા વિરોધી રસી આપી દીધી.થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રવક્તાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે,આ વ્યક્તિ ખોટી કતારમાં ઉભો હતો,જેને કારણે તેને કોરોના વેક્સિનને બદલે ભુલથી હડકવા રસી આપવામાં આવી.અધિકારીના જણાવ્યા અનુસાર,” આ વ્યક્તિને હડકવા રસી વિશે જાણ થતા તે ગભરાઈ ગયો હતો,પરંતુ હાલ આ વ્યક્તિની હાલત સ્થિર છે.”

બાદમાં આ વ્યક્તિએ સત્તાવાળાઓને આ મેડિકલ સેન્ટર અંગે ફરિયાદ કરી હતી,જેમાં પ્રાથમિક તપાસના આધારે મેડિકલ સેન્ટરના પ્રભારી મહિલા ડોક્ટર અને નર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.શહેરના કાલવાની ઝૂંપડપટ્ટી વસાહતમાં સ્થિત આ મેડિકલ સેન્ટર આસપાસના વિસ્તારના લોકોને વિવિધ રોગોની રસી પૂરી પાડે છે

(1:01 pm IST)