Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

૨૪ કલાકમાં ૧૮,૮૭૦ નવા કેસ નોંધાયાઃ ૩૭૮ દર્દીઓએ જીવ ગુમાવ્યા

દેશમાં વધ્યા કોરોનાના કેસઃ મોતના આંકડામાં પણ જોવા મળ્યો વધારો

નવી દિલ્હી, તા.૨૯: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૮ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જયારે એક દિવસમાં ૩૭૮ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૮૭૦ નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૩,૩૭,૧૬,૪૫૧ પર પહોંચી ગયો છે. એક દિવસમાં ૨૮,૧૭૮ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩,૨૯,૮૬,૧૮૦ દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. હાલ દેશમાં ૨,૮૨,૫૨૦ દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈ કાલે દેશમાં ૧૮,૭૯૫ નવા દર્દીઓ નોંધાયા હતા જયારે ૧૭૯ દર્દીઓના કોરોનાથી મોત થયા હતા.

સરકારે આજે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાના નવા કેસની સાથે સાથે મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગઈ કાલે કોરોનાથી ૧૭૯ દર્દીઓના મોત થયા હતા જયારે લેટેસ્ટ આંકડા મુજબ એક દિવસમાં ૩૭૮ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો વધીને હવે ૪,૪૭,૭૫૧ પર પહોંચી ગયો છે.

ICMR ના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાના કુલ ૫૬,૭૪,૫૦,૧૮૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૦૪,૭૧૩ ટેસ્ટ ગઈ કાલે એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં કરાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધીમાં કોરોના રસીકરણ અભિયાન હેઠળ કોરોના રસીના કુલ ૮૭,૬૬,૬૩,૪૯૦ ડોઝ અપાયા છે. જેમાંથી ૫૪,૧૩,૩૩૨ ડોઝ છેલ્લા ૨૪ કલાકમાં અપાયા.

(1:00 pm IST)