Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વાવાઝોડું ગુલાબ ડિપેશનમાં ફેરવાયું: કાલે ફરી મજબૂત બની ડીપ્રેશન બનશે

રાજકોટઃ વાવાઝોડું 'ગુલાબ' તેલંગાણાથી મહારાષ્ટ્રના વિદર્ભ થઈને મધ્ય ગુજરાત, વડોદરા પાસે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું. ૨૪ કલાકમાં નબળું પડી વેલમાર્ક લો- પ્રેસર બનશે. ૩૦ સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં પ્રવેશ કર્યા બાદ ફરી મજબૂત બની ડીપ્રેશન બનશે તેવું હાલનું અનુમાન હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે. સવારે ૯ :૩૦વાગે ઈન્સેટ તસ્વીરમાં સૌરાષ્ટ્ર- ગુજરાત ઉપરથી થોડા વાદળા ઓછા થયા છે, જો કે આખું ગુજરાત- મહારાષ્ટ્ર વાદાળાઓની ચાદર હેઠળ ઢંકાયેલું જોવા મળે છે. આજે અને કાલે ભારે વરસાદની સર્વત્ર આગાહી છે. રાજકોટમાં રાત્રે ભારે વરસાદ પછી સવારે વાદળા છવાયેલા છે.

(11:49 am IST)