Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

પાકિસ્તાનમાં બાર વિદેશી આતંકી સંગઠનો સક્રિય : પાંચ ભારત વિરૂધ્ધ કામ કરે છે

ન્યૂયોર્ક તા. ૨૯ : પાકિસ્તાનમાં જુદાજુદા બાર વિદેશી આતંકી સંગઠનો કામ કરી રહ્યાં છે. જેમાં પાંચ આતંકી સંગઠનો ભારતમાં આતંક ફેલાવવા સક્રિય છે. અમેરિકાના એક રિપોર્ટમાં જણાવાયું છે કે, આ આતંકી સંગઠનો પૈકી લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ જાણીતા છે.

જેનું કામ ભારતમાં આતંક ફેલાવવાનું છે. કેટલાક આતંકી સંગઠનો ૧૯૮૦થી ત્યાં સક્રિય છે અને પાકિસ્તાન તેમને તમામ પ્રકારની મદદ કરી રહ્યું છે અને આશરો આપી રહ્યું છે તેમ અમેરિકાના કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસમાં જણાવાયું છે.

આ આતંકી સંગઠનોને પાંચ ગ્રૂપમાં વર્ગીકૃત કરાયા છે એટલે કે ગ્લોબલી ઓરિયેન્ટેડ, અફઘાન ઓરિયેન્ટેડ, ભારત અને કાશ્મીર ઓરિયેન્ટેડ, ડોમેસ્ટિક ઓરિયેન્ટેડ અને શિયા વિરૂદ્ઘ આતંક ફેલાવનાર ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા છે. અમેરિકન કોંગ્રેસની રિસર્ચ વિંગ દ્વારા આ રિપોર્ટ ગયા અઠવાડિયે કવાડની બેઠક પહેલા જાહેર કરવામાં આવ્યો હતો.

(11:47 am IST)