Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

મધરાતે મેઘરાજાનું ખૌફનાક સ્વરૂપઃ સર્વત્ર ૧ થી ૪ ઇંચ

રાજકોટ, જુનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર જીલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર : લોધીકા – રાજકોટ – ગોંડલ – કોટડાસાંગાણી - બરવાળા ૪, જામકંડોરણા - બાબરા ૩ાા, વડીયા - ૩, વિસાવદર - અઢી, કાલાવડ ર, જામજોધપુર - વંથલી - ભેંસાણ - મેંદરડામાં દોઢ ઇંચ

રાજકોટ, તા., ર૯ :  ગઇકાલે આખો દિવસ વરસાદના વિરામ બાદ રાત્રીના ૧ર વાગ્યા પછી મેઘરાજાએ સટાસટી બોલાવી હતી અને ખૌફનાક સ્વરૂપ સાથે મેઘરાજા ત્રાટકયા હતા અને સર્વત્ર ૧ થી ૪ ઇંચ વરસાદ તૂટી પડયો હતો.

જેમાં સૌથી વધુ લોધીકા રાજકોટ, ગોંડલ, કોટડાસાંગણી-બરવાળામાં ૪ ઇંચ વરસાદ પડયો હતો.

જયારે જામકંડોરણા-બાબરામાં સાડા ત્રણ ઇંચ, વડિયામાં ૩, વિસાવદરમાં અઢી ઇંચ, કાલાવડમાં ર ઇંચ, જામજોધપુર, વંથલી, ભેંસાણ, મેંદરડામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

આજે પણ સવારે મેઘાવી માહોલ યથાવત છે અને વાદળા છવાયા છે.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા-કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ભારે વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે દિવસના સુર્યનારાયણ દર્શન દીધા બાદ રાત્રે ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સફુરા નદીમાં પણ ઘોડાપુર આવેલ હતું. અને બાદમાં આખી રાત ધોધમાર બાદ ધીરી ધારે વરસાદ આવેલ  અને સવારે વરસાદ બંધ થયેલ છે અને રાત્રે રાા અઢી ઇંચ વરસાદ થયેલ છે અને મોસમનો કુલ વરસાદ ૧૧૩૭ એમએમ પડેલ છે.

 ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ માં ગત મોડી રાત્રીના વિજળીના કડાકા ભડાકા વચ્ચે જોરદાર વરસાદ ખાબક્યો હતો.રાત્રીનાં સાડાબાર વાગ્યે ગગન ગાજી ઉઠ્યું હોય તેમ ભયાનક મેઘ ગર્જના સાથે વિજળીના કડાકા ભડાકા શરું થતાં ઘર માં મીઠી નિદ્રા માણી રહેલાં શહેરીજનો ભયભીત બન્યાં હતાં.ભયાનક ગડગડાટી વચ્ચે જોરદાર વરસાદ ખાબક્યો હતો.જેને પગલે મેઘલી રાતમાં ભયાવહ માહોલ સર્જાયો હતો રાત્રી નાં સાડાબાર થી સતત એક કલાક કડાકા ભડાકા થી ગગન ગાજી ઉઠ્યું હતું.રાત્રી નો ભયાવહ માહોલ શહેરીજનો એ કદાચ પહેલીવાર અનુભવ્યો હશે.રાત્રી નાં અનરાધાર વરસાદ વરસતાં સવાર સુધીમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.ભારે વરસાદ ને કારણે શહેર પાણી થી તરબોળ બન્યું હતું

ગોંડલ

ગોંડલ ની ગત રાત્રી મેઘાવી માહોલ વચ્ચે તોફાની બની હતી.તોફાની વરસાદ સાથે વિજળીના કડાકા ભડાકા વચ્ચે શહેર ગાજી ઉઠ્યું હતું.શું બનશે એ કહેવું મુશ્કેલ બન્યું હોય મામલતદાર કે.વી.નકુમ,નાયબ મામલતદાર એસ.આર.નકુમ,બાંટવીયા સહીત નો સ્ટાફ રાતભર મામલતદાર કચેરી કંન્ટ્રોલ રુમ ખાતે સ્ટેન્ડ ટુ રહ્યો હતો

પડધરી

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરીઃ ગત મધ્યરાત્રીના પડધરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ પડેલ  કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ ગત રાત્રીથી આજે સવારના સાત વાગ્યા સુધીમાં રર મી.મી. વરસાદ નોંધાયેલ છે. જયારે સીઝનનો કુલ વરસાદ પ૪૮ મી.મી. પડેલ છે.

જામજોધપુર

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુરઃ જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં રાત્રે ૩ વાગ્યે વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ છેલ્લી અડધી કલાકથી પડ્યો હતો.

જામજોધપુરમાં ર થી ૪ ના સમયગાળા દરમિયાન રપ મીમી અને ૪ થી ૬ ના સમયગાળામાં ૭ મીમી આમ ટોટલ ૪ કલાકમાં ૩ર મીમી વરસાદ નોંધાયો છે.

કાલાવડ

(હર્ષદલ ખંઘેડિયા દ્વારા) કાલાવડ તાલુકાના નવાગામમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી અને હાલ વીજળી પણ ગુલ થઇ હતી.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી રાત્રીના કડાકા-ભડાકા સાથે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવા ઇંચથી ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.

આજે સવારના ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

રાજકોટ

ઉપલેટા      રપ મીમી

કોટડાસાંગાણી        ૯પ મીમી

ગોંડલ       ૧૦૦ મીમી

જેતપુર      ૬પ મીમી

જસદણ      પ૧ મીમી

જામકંડોરણા ૮૦ મીમી

ધોરાજી      ૬પ

પડધરી      ર૩

રાજકોટ      પ૪

લોધીકા      ૧૦૩

વિંછીયા      ૩૬

બોટાદ

ગઢડા        ર૯

બરવાળા     ૯૬

બોટાદ       ૮૭

રાણપુર      પ૯

અમરેલી

ખાંભા        પ૮ મીમી

જાફરાબાદ   ૩પ મીમી

સાવરકુંડલા પ મીમી

બગસરા     ૩૯ મીમી

બાબરા       ૮૦ મીમી

રાજુલા       પ૮ મીમી

લાઠી         રર મીમી

લીલીયા      ૧૯ મીમી

સાવરકુંડલા ૪૧ મીમી

વડિયા       ૭૪ મીમી

ભાવનગર

ઉમરાળા     ૩૧ મીમી

ગારીયાધાર ર૭ મીમી

ધોધા        ૪૦ મીમી

જેશર        ૮૦ મીમી

તળાજા      ૩૦ મીમી

પાલીતાણા   ૪પ મીમી

ભાવનગર   ૮ર મીમી

મહુવા        ૮૪ મીમી

વલ્લભીપુર   ૪૯ મીમી

શિહોર        ૪૪ મીમી

જુનાગઢ

કેશોદ        ૧૬ મીમી

જુનાગઢ     રપ મીમી

ભેંસાણ       ૩પ મીમી

મેંદરડા       ૪૯ મીમી

માંગરોળ     ર૭ મીમી

માણાવદર   ર૧ મીમી

માળીયાહાટીનાપ૭ મીમી

વંથલી       ૩પ મીમી

વિસાવદર   ૬૦ મીમી

કાલાવડ

કાલાવડ     પ૩ મીમી

જામજોધપુર ૩૭ મીમી

જામનગર    ૧ મીમી

લાલપુર      ૭ મીમી

પોરબંદર

પોરબંદર     ૧૮ મીમી

રાણાવાવ    ર૧ મીમી

કુતિયાણા    ર૩ મીમી

કચ્છ

નખત્રાણા    ૧૩ મીમી

માંડવી       ૩ મીમી

દેવભૂમિ દ્વારકા

કલ્યાણપુર   પ મીમી

ભાણવડ      ૧૧ મીમી

સુરેન્દ્રનગર

ચોટીલા      ૭પ મીમી

ચુડા          ૮૪ મીમી

પાટડી       ૩ મીમી

થાનગઢ     ર૮ મીમી

લખતર      ૧૬ મીમી

લીંબડી       ૪૧ મીમી

મુળી         ૪પ મીમી

સાયલા          ૬૦ મીમી

(11:48 am IST)