Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

બાળકો માટે આવતા અઠવાડિયે મળી શકે છે Zycov-d ની રસી

દેશમાં ૧૨-૧૮ વર્ષના કિશોરોને આ રસી આપવામાં આવશે

નવી દિલ્હી તા. ૨૯ : કેન્દ્ર સરકાર અને Zydus Cadila આ અઠવાડિયે દુનિયાની પહેલી કોરોના માટેની ડીએનએ રસી ZyCoV-Dની કિંમત નક્કી કરી શકે છે. અંગ્રેજી અખબાર અનુસાર ૨ ઓકટોબરે એટલે કે ગાંધી જયંતીના પ્રસંગે રસી લોન્ચ કરી શકે છે. ભારતના ઔષધ મહાનિયંત્રકના ગત મહિને ઝાયડસ કેડિલાના સ્વદેશી રીતે વિકસિત નિડલ ફ્રી કોવિડ ૧૯ રસી ઝાયડોવ ડીને ઈમરજન્સી ઉપયોગ પ્રાધિકાર(ઈયૂએ) આપવામાં આવ્યું છે. જે દેશમાં ૧૨-૧૮ વર્ષના કિશોરોને આ રસી આપવામાં આવશે.

ZyCoV-D એક પ્લાજિમડ ડીએનએ રસી છે. પ્લાજિમડ વ્યકિતમાં જોવા મળનારા ડીએનએનો એક નાનો ભાગ હોય છે. આ રસી માણસના શરીરમાં કોશિકાઓની મદદથી કોરોનાના સ્પાઈક પ્રોટીન તૈયાર કરે છે. જેનાથી શરીરના કારોના વાયરસના મહત્વના ભાગોને ઓળખ મળવામાં મદદ મળી શકે છે. આ પ્રકારે શરીરમાં આ વાયરસ એન્ટી બોર્ડી તૈયાર કરે છે.

રસીની અસરકારકતા ૬૬ ટકા છે અને આને ૨થી ૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવાનું હોય છે. આના ડોઝ લાભાર્થીઓને આપવામાં આવશે. પહેલા ડોઝના ૨૮ દિવસ બાદ બીજો ડોઝ અને ૫૬ દિવસમાં ત્રીજો ડોઝ આપવામાં આવશે.  ગત દિવસો નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વી. કે પોલે કહ્યું કે ઝાયડસ કેડિલાના ડીએનએ રસીના વ્યાવહારિક સ્વરુપ અને કાર્યાન્વયન્તમાં લવવા માટે તૈયારી ચાલી રહી છે અને આ માટે અનેક દોરની વાતચીત થઈ છે.

તેમણે કહ્યું હતુ કે કિંમત પણ એક મુદ્દો છે. વાતચીત ચાલી રહી છે અને જલ્દી નિર્ણય લેવામાં આવશે. સંપૂર્ણ તૈયારીની સાથે, ફરી આ એક રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમનો ભાગ બનશે.  અમે લાભાર્થિઓ અથવા લક્ષિત ગ્રુપ જેને રસી આપવાની છે જેને લઈને એનટીએજીઆઈની ભલામણ પ્રાપ્ત કરવા માટે ઉત્સુક છે. કામ પ્રગતિ પર છે અને આવનારા સમયમાં તમે આના વિશે વધારે સાંભળશો.

(11:04 am IST)