Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

IPL -2020 : સનરાઇઝર્સ હૈદરાબાદનો ટુર્નામેન્ટમાં પ્રથમ વિજય : દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવ્યુ

રાશિદ ખાને 4 ઓવરમાં માત્ર 14 રન આપીને ત્રણ વિકેટ ઝડપી : બહુવીએ બે વિકેટ લીધી

અબુધાબીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની અહીં શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં અજેય રહેલી દિલ્હી કેપિટલ્સ (DC)ને 15 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પ્રથમ વિજય મેળવ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 147 રન બનાવી શકી હતી. આ જીત સાથે હૈદરાબાદે પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતુ ખોલાવ્યું છે. 

હૈદરાબાદે આપેલા 163 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પ્રથમ ઓવરમાં પૃથ્વી શો (2)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. તેને ભુવનેશ્વર કુમારે બેયરસ્ટોના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ શ્રેયસ અય્યર (17) અને ધવન વચ્ચે 40 રનની ભાગીદારી થઈ હતી. અય્યરને રાશિદ ખાને આઉટ કર્યો હતો. અય્યરે 21 બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા

 

દિલ્હી કેપિટલ્સને ત્રીજો ઝટકો શિખર ધવનના રૂપમાં લાગ્યો હતો. ધવન (34)ને રાશિદ ખાને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ધવને 31 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ શિમરોન હેટમાયર (21) અને રિષભ પંતે દિલ્હીનો સ્કોર 100ને પાર કરાવ્યો હતો. ઈનિંગની 16મી ઓવરમાં ભુવનેશ્વર કુમારે હેટમાયરને આઉટ કર્યો હતો. રિષભ પંત (28)ને રાશિદ ખાને આઉટ કર્યો હતો. પંતે 27 બોલનો સામનો કરતા 1 ચોગ્ગો અને બે છગ્ગા ફટકાર્યા હતા. 
સ્ટોઇનિસ (11)ને નટરાજને આઉટ કર્યો હતો. 

હૈદરાબાદ તરફથી રાશિદ ખાન અને ભુવનેશ્વર સૌથી સફળ બોલર રહ્યાં હતા. રાશિદ ખાને 4 ઓવરમાં માત્ર 14 રન આપીને ત્રણે બેટ્સમેનોને આઉટ કર્યા હતા. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 25 રન આપીને બે વિકેટ લીધી હતી. તો ટી નટરાજન અને ખલીલ અહમદને એક-એક સફળતા મળી હતી. 

(11:42 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહત : સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 65,943 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 61,39,294 થઇ : હાલમાં 9,45,852 એક્ટીવ કેસ : વધુ 82,881 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 50,96,260 રિકવર થયા : વધુ 746 લોકોના મોત સાથે મૃત્યુઆંક 96,322 થયો access_time 1:12 am IST

  • બિહારમાં ગઠબંધનનો દોર શરૂ :પપ્પુ યાદવની જન અધિકારી પાર્ટી, ચંન્દ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી, બીએમપી અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ સાથે મળીને પીડીએ( પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક અલાયંસ) બનાવ્યુ: રાલોસપાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ સાથે વાતચીત ચાલુ: લોજપા અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં સામેલ થવા કહેણ : પપ્પુ યાદવે કહ્યું રાજ્યમાં ચાલી રહેલા 30 વર્ષનું મહાપાપ હવે ખતમ થશે access_time 12:53 am IST

  • આજથી ખુલ્યા ત્રણ મહત્વના IPO: યુટીઆઇ AMC, મઝગાંવ ડોક અને લિખિતા ઇન્ફ્રા : ૧ લી ઓકટોબરે ત્રણેય ઇસ્યુ બંધ થશે access_time 11:21 am IST