Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

દેશમાં ૧૧ રાજ્યોની ૫૬ બેઠકોની પેટા ચૂટંણીની તારીખો જાહેર

ચૂંટણી પંચે પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કર્યો : ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, એમપી, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા અને તેલંગાણા વિધાનસભાની પેટા-ચૂંટણીની જાહેરાત

નવી દિલ્હી, તા. ૨૯ : ચૂંટણી પંચે ગુજરાત સહિત ૧૧ રાજ્યોની વિધાનસભા બેઠકો (૧૧ રાજ્યોની પેટા-ચૂંટણી) અને બિહારની એક લોકસભા બેઠક માટેની પેટા-ચૂંટણીઓની તારીખ જાહેર કરી છે. મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની પેટા ચૂંટણી માટે નવેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બિહારની એક ખાલી બેઠક અને મણિપુરની બે વિધાનસભા બેઠકો પર નવેમ્બરના રોજ પેટા ચૂંટણીઓ યોજાશે. ૧૦ નવેમ્બરના રોજ પરિણામ આવશે.

છત્તીસગઢમાં એક બેઠક, ગુજરાતમાં બેઠકો, હરિયાણાની બેઠક, ઝારખંડમાં બેઠક, કર્ણાટકની બેઠક, મધ્યપ્રદેશની ૨૮ બેઠક, મણિપુરની બેઠક, નાગાલેન્ડની બેઠક, ઓડિશામાં બેઠક, તેલંગાણાની બેઠક અને ઉત્તર પ્રદેશની બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે. સાથે બિહારની એક લોકસભા બેઠક પર નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાશે.ગુજરાતમાં વિધાનસભાની અબડાસા, લિંબડી, મોરબી, ધારી, ગઢડા (એસસી), કરજણ, ડાંગ (એસટી) અને કપરાડા બેઠક પર ચૂંટણી યોજાશે મધ્યપ્રદેશ વિધાનસભામાં ૨૩૦ સભ્યો છે. તેમાં ૨૮ બેઠકો ખાલી છે. હાલમાં ભાજપ પાસે ૧૦૭, કોંગ્રેસ પાસે ૮૮, બસપા પાસે , સપા પાસે અને અપક્ષ છે. પેટા-ચૂંટણીઓ પછી, કોઈપણ પક્ષને સત્તામાં રહેવા માટે ૧૧૬ ધારાસભ્યોની જરૂર પડશે. ભાજપને સત્તામાં રહેવા માટે ધારાસભ્યોની જરૂર છે. તે સમયે, કોંગ્રેસને ૨૮ ધારાસભ્યોની જરૂર છે. આવી સ્થિતિમાં બંને પક્ષો ચૂંટણીમાં વિજય મેળવવા જોર લગાવી રહ્યા છે. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી નવેમ્બરના રોજ યોજાશે. તો વળી બિહારની વાલ્મીકી નગર લોકસભા બેઠક અને મણિપુરની બે વિધાનસભા બેઠકો પર નવેમ્બરે પેટા ચૂંટણીઓ યોજાશે. પરિણામ ૧૦ નવેમ્બરના રોજ આવશે.

(7:47 pm IST)