Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

દીપિકા - સારા બાદ NCBના રડાર પર 'A' લિસ્ટના એકટર્સ

ડ્રગ્સ કેસમાં બોલીવુડની એકટ્રેસ પર ગાળ્યો કસ્યા બાદ હવે એકટરનો વારો

નવી દિલ્હી તા. ૨૯ : બોલીવુડના ડ્રગ્સ કનેકશનની તપાસ અંગે એનસીબીનો દાયરો સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં દીપિકા, સારા અલી ખાન, શ્રધ્ધા કપૂર, રિયા ચક્રવર્તી વિરૂધ્ધ એનસીબીએ ગાળીયો કસ્યો છે.

એનસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ બોલીવુડ એકટ્રેસ બાદ હવે એનસીબીના રડાર પર 'એ' લિસ્ટમાં સામેલ મોટા અને પ્રખ્યાત એકટર્સ છે. ડ્રગ્સ કેસમાં બોલીવુડની ફીમેલ કલાકારોને ઘેર્યા બાદ હવે મેઇલ કલાકારોના નંબર આવશે. એનસીબીને આ અંગેના ઇનપુટ અને પુરાવા મળશે, આ મેલ એકટર્સ વિરૂધ્ધ કાર્યવાહી કરાશે.

એનસીબી હાલમાં ઇનપુટ્સ પર કામ કરી રહી છે. સાથે જ એનસીબી દિપીકા પાદુકોણના મોબાઇલમાંથી ડિલીટ થયેલા ડેટાને રિટ્રીવ કરશે. દીપિકા ફોનમાંથી એનસીબીના અનેક નામ સામે આવવાની આશા છે. ઉલ્લેખનીય છે કે એનસીબીએ પૂછપરછ બાદ સારા અલી ખાન શ્રધ્ધા કપૂર અને દીપિકા પાદુકોણનો ફોન જપ્ત કર્યો હતો.

(4:06 pm IST)