Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

એમેઝોનએ તહેવારો પૂર્વે ડિલીવરી નેટવર્ક વધાર્યુ

મુંબઇ, તા.૨૯: એમેઝોન ઇન્ડિયાએ આજે ઘણા લાંબા સમયથી રાહ જોવાતી તહેવારોની સિઝન પહેલા તેના ડિલિવર નેટવર્કમાં ઉલ્લેખનીય સુધારો કર્યો છે અને નેટવર્કમાં હજારો ડિલિવરી પાર્ટનર્સનસે જોડયા છે. કંપનીએ તેની પ્રત્યક્ષ પહોંચમાં વધારો કરવા માટે દેશભરમાં ડિલિવરી સર્વિસ પાર્ટનર દ્વારા સંચાલિત ડિલિવરી સ્ટેશન સહિત આશરે ૨૦૦ જેટલા ડિલીવરી સ્ટેશનને ઉમેર્યા છે. જેમાં ચમ્ફાઇ, કોલાસિબ, લુમડિંગ અને મોકાકચુંગ જેવા ઉત્તરપૂર્વીના દૂરસ્થ નગરોનો સમાવેશ થાય છે.

કંપનીએ તેના ફલેગશિપ 'આઇ હેવ સ્પેસ' (IHS) પ્રોગ્રામની સાથે સાથે તેના ડિલિવરી પ્રોગ્રામ્સને પણ મજબૂત બનાવ્યા છે. જેમાં હવે ૩૫૦થી વધુ શહેરોમાં ૨૮,૦૦૦ આસપાસના અને કિરાણા સ્ટોર્સનો સમાવેશ થાય છે. 'આઇ હેવ સ્પેસ' પ્રોગ્રામ અંતર્ગત એમેઝોન ઇન્ડિયા તેમના સ્ટોરના ૨ થી ૪ કિલોમીટરના વિસ્તારમાં ગ્રાહકોને ઉત્પાદનો પહોંચાડવા માટે સ્થાનિક સ્ટોર માલિકો માટે ભાગીદારી કરે છે, જેથી તેમની નિયમિત આવકની પૂરવણી થઇ શકે અને તેમના સ્ટોર્સમાં વધુ મુલાકાતનું સર્જન થઇ શકે. કંપનીએ પાછલા ચાર મહિનાઓમાં એમેઝોન ફલેકસ પ્રોગ્રામની પહોંચને લગભગ બમણી કરી દીધી છે, જે હવે ભારતના ૬૫ શહેરોમાં સેવા પ્રદાન કરે છે. આ પ્રોગ્રામની વૃદ્વિનો શ્રેય ડિલિવરી પાર્ટનરને આપવામાં આવતી સુગમતાને જાય છે, જેથી તેઓ પોતાના વ્યકિતગત સમયપત્રક પ્રમાણે કામ કરી શકે છે અને પેકેજીસ વિતરીત કરીને દર કલાકે રૂપિયા ૧૨૦થી ૧૪૦ની વચ્ચે પૂરક આવકને મેળવે છે. સંપર્કરહિત ડિલિવરીની વૃદ્વિ પર ધ્યાન કેન્દ્રિત કરતા એમેઝોન ઇન્ડિયાએ 'સોસાયટી પિકઅપ પોઇન્ટસ' નામના એક ડિલિવરી ફોર્મેટને પણ રજૂ કર્યુ છે. જે મુંબઇ, દિલ્હી, બેંગ્લોર અને હૈદરાબાદમાં ઉચ્ચ ઘનતાવાળી રહેણાંક સોસાયટીઓમાં સેવા પૂરી પાડે છે. આ પ્રોગ્રામ હાઉસિંગ કોમ્પલેક્ષની અંદર વર્ચુઅલ પીકઅપ પોઇન્સટસ અને ભૌતિક સ્થાન બંને પ્રદાન કરે છે- જેમાંથી કોઇપણને ચેકઆઉટ દરમિયાન ગ્રાહકો દ્વારા પસંદ કરી શકાય છે અને ગ્રાહકોની સુવિધા માટે સપ્તાહના ચોકકસ દિવસોમાં ડિલિવરી કરવામાં આવે છે.

(3:29 pm IST)