Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

શહેરી વસ્તી વધવાથી ઉષ્ણાતામાન અને વરસાદમાં થયા છે ફેરફારો

૩૦ વર્ષથી જળવાયુ પેટર્નનો કરાયો અભ્યાસ

બેંગ્લોર,તા. ૨૯: શહેરી વિસ્તારોની વસ્તીમાં અગણિત વધારો અને શહેરોની સંખ્યા વધવાથી ઉષ્ણતામાન અને વરસાદમાં વ્યાપક ફેરફારો થયા છે. તેનાથી મોસમ સંબંધી ઘટનાઓ પણ વધારો થયો છે. ભારતીય વિજ્ઞાન સંસ્થાન (આઇઆઇએસસી) તથા કેનેડા સ્થિત સસ્કેચેવાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ છેલ્લા ૩૦ વર્ષની જળવાયુ પેટર્નનો અભ્યાસ કરીને કેટલાય મહત્વપૂર્ણ તથ્યોને જાહેર કર્યા છે. આ અભ્યાસ ભારતના બેંગ્લોર ઉપરાંત અમેરિકામાં કેલિફોર્નિયા, શિકાગો, ડલ્લાસ, હ્યુસ્ટન, લોસ, એન્જોલસ અને ન્યુયોર્કમાં કરાયો હતો. વૈજ્ઞાનિકોએ આ સાતે શહેરોમાં છેલ્લા ૩ દાયકા દરમ્યાન થયેલ વરસાદનું વિશ્લેષણ કર્યું છે.

આ અભ્યાસમાં એક મહત્વપૂર્ણ વાત સામે આવી છે કે ટૂંક ગાળાના વરસાદની વધુ ઘટનાઓ વધારો બની છે. એટલે કે હાલના વર્ષોમાં ટૂંકા ગાળાના વરસાદની ઘટનાઓમાં વધારો થયો છે. ઉપરાંત એ પણ સામે આવ્યુ છે કે શહેરોના વાર્ષિક સરેરાશ તાપમાનમાં તો વધારો થયો જ પણ દૈનિક તાપમાનમાં ઘટાડો થયો છે.

(3:27 pm IST)