Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

મહારાષ્ટ્રમાં ઓકટોબરના પહેલા અઠવાડિયાથી ખુલશે રેસ્ટોરન્ટ,બાર

મહારાષ્ટ્ર સરકારે રેસ્ટોરન્ટ ખોલવાનો નિર્ણય લીધો છે, જયાં બેસીને લોકો જમી શકશે

મુંબઇ,તા. ૨૯: ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી ૬૦ લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે ત્યારે અત્યાર સુધી ૯૫ હજારથી વધુના મોત થયા છે. દેશમાં ૧ ઓકટોબરથી અનલોક ૫.૦દ્ગક શરૂઆત થઈ જશે. એવામાં મહારાષ્ટ્ર સરકારે રેસ્ટોરંટ અને બીયર બાર ખોલવાનો નિર્ણય લીધો છે, જયાં બેસીને લોકો જમી શકશે. રિપોર્ટ પ્રમાણે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે એ NRAI, AHAR, HRAWI જેવા દ્યણાં રેસ્ટોરન્ચ એસોસિએશન સાથે સોમવારે બેઠક કરી અને ત્યાર પથી નિર્ણય લીધો. જણાવવાનું કે કોરોના વાયરસ મહામારીને કારણે રાજયના રેસ્ટોરન્ટ અને બીયર બાર લગભગ છેલ્લા છ મહિનાથી બંધ છે. જો કે, ટેક અવે સર્વિસ ચાલુ છે.

મહારાષ્ટ્ર ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી વલ્સા આ નાયરે જણાવ્યું કે રાજયમાં રેસ્ટોરન્ટ અને બાર ઓકટોબરના પહેલા અઠવાડિયામાં ખુલી જશે. આ માટે રાજય સરકાર સ્ટાન્ડર્જ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) તૈયાર કરી રહી છે. આ મામલે જોડાયેલા સૂત્રોએ મની કન્ટ્રોલને જણાવ્યું કે શરૂઆતમાં રેસ્ટોરન્ટ અને બારને ૫૦ ટકા કેપેસિટી સાથે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે. આ માટે રાજય સરકાર ટૂંક સમયમાં જ ગાઇડલાઇન્સ જાહેર કરશે. જણાવવાનું કે અનલોક-૪ માટે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સમાં કેન્દ્ર સરકારે રેસ્ટોરન્ટ શરૂ કરવાનો નિર્ણય રાજય સરકાર પર છોડ્યો હતો.

રેસ્ટોરન્ટ અને બારના શરૂ થવાથી પ્રત્યક્ષ રીતે ઓછામાં ઓછા ૬૦ લાક લોકોને અને અપ્રત્યક્ષ રીતે ૧.૮ કરોડ લોકોને લાભ થશે, જે હોસ્પિટેલિટી સેકટર સાથે જોડાયેલા છે. જણાવવાનું કે કોરોના વાયરસને કારણે હોસ્પિટેલિટી સેકટર સૌથી વધારે પ્રભાવિત થયું છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના ૧૮,૦૫૬ નવા કેસ સામે આવ્યા હતા, જેની સાથે રાજયમાં કુલ સંક્રમિતોનો આંકડો ૧૩,૩૯,૨૩૨ થઈ ગયો અને અત્યાર સુધી કોરોનાને કારણે ૩૫,૫૭૧ લોકોના જીવ ગયા છે.

(3:23 pm IST)