Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

આવતા મહિને બેંકોમાં કેટલી રજા રહેશે ?

RBIની વેબસાઈટમાં આવતા મહિનાના બેન્‍ક હોલિડે જાહેર : રાજ્‍યવાર અલગ અલગ રજાઓ

મુંબઇ,તા. ૨૯: ઓક્‍ટોબરથી સામાન્‍ય રીતે તહેવારની સીઝન શરૂ થતી હોવાનું કહેવાય છે. આ મહિને દ્યણી રજાઓ આવવાની છે જેથી બેન્‍કો પણ બંધ રહેશે. આથી સલાહ છે કે તમારા બેન્‍કના દરેક જરૂરી કામ પતાવી દેજો કારણ કે આવતા મહિને બેન્‍ક ખાસા દિવસ બંધ રહેવાની છે.

આવતા મહિને ગેઝેટ, સ્‍થાનિક અને બીજા-ચોથા શનિવાર અને રવિવાર મળીને બેન્‍કોમાં લગભગ ૧૫ દિવસ રજાઓ રહેશે. જોકે લોકોની સુવિધા માટે એટીએમમાં પુરતા નાણાંની વ્‍યવસ્‍થા રહેશે અને ઓનલાઈન અને મોબાઈલ બેન્‍કિંગ પણ ચાલું રહેશે જેનાથી લોકોને વધારે મુશ્‍કેલીઓનો સામનો ન કરવો પડે. રજાઓની શરૂઆત આ વખતે ૨ ઓક્‍ટોમ્‍બરે ગાંધી-શાષાી જયંતીથી થશે જે આ વખતે શુક્રવારે છે.

ભારતીય રિઝર્વ બેન્‍કની વેબસાઈટ અનુસાર ઓક્‍ટોબર મહિનામાં દુર્ગા પુજા, મહાસપ્તમી, મહાનવમી, દશેરા, મિલાદ-એ-શરીફ, ઈદ-એ-મિલાદ-ઉલ-નબી બારાવફાત/ લક્ષ્મી પુજા, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી, મહર્ષિ વાલ્‍મીકિ જયંતી/ કુમાર પૂર્ણિમાના અવસર પર અલગ અલગ રાજયોમાં બેન્‍કોને રજા રહેશે.

 જોકે બેન્‍કોની આ રજાઓ અલગ અલગ રાજય અને અલગ અલગ તહેવારોની છે. જે રાજયોમાં સ્‍થાનીક રજા છે તેમ સિવાય અન્‍ય રાજયોમાં બેન્‍કિંગ કામકાજ સામાન્‍ય રીતે રહેશે.

આવતા મહિનાના બેન્‍ક હોલી ડે

* ૦૨ ઓક્‍ટોમ્‍બર શુક્રવારે મહાત્‍મા ગાંધી જયંતિ ગેઝેટેડ રજા

* ૦૪ ઓક્‍ટોમ્‍બર રવિવાર સાપ્તાહિક રજા

* ૦૮ ઓક્‍ટોમ્‍બર ગુરુવારે સ્‍થાનિક રજા

* ૧૦ ઓક્‍ટોમ્‍બર શનિવાર બીજા શનિવારની રજા

* ૧૧ ઓક્‍ટોમ્‍બર રવિવાર સાપ્તાહિક રજા

* ૧૭ ઓક્‍ટોમ્‍બર શનિવાર સ્‍થાનિક રજા

* ૧૮ ઓક્‍ટોમ્‍બર રવિવાર સાપ્તાહિક રજા

* ૨૩ ઓક્‍ટોમ્‍બર શુક્રવાર દુર્ગાપૂજા / મહાસપ્તામી સ્‍થાનિક રજા

* ૨૪ ઓક્‍ટોમ્‍બર શનિવાર મહાઅષ્ટમી / મહાનવામી સ્‍થાનિક રજા

* ૨૫ ઓક્‍ટોમ્‍બર રવિવાર સાપ્તાહિક રજા

* ૨૬ ઓક્‍ટોમ્‍બર સોમવાર દુર્ગાપૂજા (વિજયાદશમી) / એક્‍સેશન ડે ગેઝેટેડ રજા

* ૨૯ ઓક્‍ટોમ્‍બર ગુરુવારે મિલાદ-એ-શેરીફ (પ્રોફેટ મોહમ્‍મદ) સ્‍થાનિક રજા

* ૩૦ ઓક્‍ટોમ્‍બર શુક્રવાર (ઈદ-એ-મિલાદ) ગેઝેટેડ રજા

* ૩૧ ઓક્‍ટોમ્‍બર શનિવાર, મહર્ષિ વાલ્‍મિકી અને સરદાર પટેલ / કુમાર પૂર્ણિમા સ્‍થાનિક રજાની જન્‍મજયંતિ

(11:42 am IST)