Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

બુધવારે બાબરી ધ્વંસ કેસનો ચુકાદો : ઉમાભારતીએ કહ્યું-આ કેસમાં ફાંસી મંજૂર છે, પણ જામીન નહીં માંગુ

કોર્ટનો દરેક ચુકાદા મારા માટે ભગવાનનો આશીર્વાદ હશે

નવી દિલ્હીઃ સીબીઆઇની વિશેષ કોર્ટમાં 30 સપ્ટેમ્બરે બાબરી ધ્વંસ કેસનો ચુકાદો આવશે તેના 48 કલાક પહેલાં કેસના એક આરોપી ઊમા ભારતીએ જણાવ્યું કે બુધવારે કોર્ટનો ચુકાદો શું આવશે તેની મને ખબર નથી. છતાં મને આ કેસમાં ફાંસી મંજૂર છે, પણ જામીન નહીં માંગુ. જો કે અત્યારે સૌની નજર આ ચુકાદા પર છે. શું પરિણામ આવશે?

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઊમા ભારતીએ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખી બાબરી ધ્વંસ કેસનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે,“30 સપ્ટેમ્બરે સીબીઆઇની વિશેષ કોર્ટમાં ચુકાદો આવવાનો છે અને મને હાજર થવાનું છે. કોર્ટનો દરેક ચુકાદા મારા માટે ભગવાનનો આશીર્વાદ હશે. મેં હંમેશા કહ્યું છે કે અયાધ્યા માટે તો ફાંસી પણ મંજૂર છે. મને ખબર નથી કે ચુકાદો શું આવવાનો છે, પરંતુ જે પણ હશે હું જામીન નહીં માંગુ.

બાબરી ધ્વંસની ઘટનાના 28 વર્ષ બાદ 30મીએ સીબીઆઇની વિશેષ કોર્ટ ચુકાદો સંભળાવશે. આ કેસમાં ઉમા ભારતી) ઉપરાંત ભાજપના પૂર્વ પ્રમુખ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત અન્ય નેતાઓ આરોપી છે. બીજી બાજુ બાબરી મસ્જીદના પક્ષકાર ઇકબાલ અન્સારીએ ફરી કહ્યું કે જ્યારે રામમંદિર અંગે ચુકાદો આવી ગયો છે, ત્યારે મંદિર મસ્જીદ સાથે સંકળાયેલા તમામ કેસ ખતમ કરી દેવા જોઇએ અને આરોપીઓને છોડી દેવા વિચાર કરવો જોઇએ.

નોંધનીય છે કે ઉમા ભારતીએ રવિવારે જાતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. તેમણે કે હિમાલયન પ્રવાસના અંતિમ દિને તંત્રના આગ્રહથી મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. મને ત્રણ દિવસથી હળવો તાવ પણ હતો. મેં પ્રવાસમાં તમામ નિયમોનું પાલન કર્યું, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ પાળ્યું છતાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેથી હાલ હું હરિદ્વારા-ઋષિકેશ વચ્ચે વન્દે માતરમ કુંજમાં ક્વોરન્ટાઇન છું.

બાબરી ધ્વંસ કેસના અન્ય આરોપીઓએ પણ કહ્યું કે કોર્ટનો જે પણ ચુકાદો આવશે, તે તેમને મંજૂર હશે. તેમણે જો કે કહ્યું કે કોઇ ખોટું કામ કર્યું નથી. અમે રામકાજ કર્યું હતું, જે સફળ થયું હતું તે અમારા માટે ગૌરવની વાત છે. આરોપી શિવસેનાના પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી સંતોષ દુબેએ કહ્યું કે અમે કોઇ મસ્જીક ધ્વંસ કરી નથી પણ મંદિરના સ્થાને બનેલી મહાજીદને પાડી હતી. જેનું અમને ગર્વ છે.

(12:00 am IST)
  • નાગપુર સહિત પૂર્વ વિસ્તારમાં ચોમાસાનો અંતિમ રાઉન્ડ ચાલુ ૧૦ ઓકટોબર પહેલા ચોમાસું પાછું ખેંચાશે નહીં : આ ચોમાસાની સિઝનનો ગાજવીજ સાથે વરસાદનો અંતિમ રાઉન્ડ નાગપુર સહિત પૂર્વ વિદર્ભમાં ચાલી રહ્યો છે. ૩૦ સપ્ટેમ્બરથી અહીં ગરમ અને સૂકું હવામાનની સંભાવના છે. ૧૦ ઓકટોબર પહેલા ચોમાસુ પાછું ખેંચવાની શકયતા નથી. access_time 3:59 pm IST

  • ફ્રેન્ચ ઓપનમાં જબરો અપસેટ : એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર : ફ્રેન્ચ ઓપનમાં બ્રિટનના એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગયો છે : વાવરીન્કાએ મરે ને એક કલાક અને ૩૭ મિનિટમાં ૬-૧, ૬-૩, ૬-૨થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો access_time 3:11 pm IST

  • બિહારમાં ગઠબંધનનો દોર શરૂ :પપ્પુ યાદવની જન અધિકારી પાર્ટી, ચંન્દ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી, બીએમપી અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ સાથે મળીને પીડીએ( પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક અલાયંસ) બનાવ્યુ: રાલોસપાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ સાથે વાતચીત ચાલુ: લોજપા અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં સામેલ થવા કહેણ : પપ્પુ યાદવે કહ્યું રાજ્યમાં ચાલી રહેલા 30 વર્ષનું મહાપાપ હવે ખતમ થશે access_time 12:53 am IST