Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ઉત્તરપ્રદેશના મેરઠની વિચિત્ર ઘટના : ડોક્ટરના પ્રેમમાં પાગલ પરણીતાએ "હારપીક" કેમિકલ દ્વારા પતિનું ગુપ્તાંગ સળગાવ્યું ને બાળકોને કેફી દ્રવ્ય પીવડાવી રંગરેલીયા મનાવતી મહિલા ઝડપાઇ

જોકે ડૉક્ટર ટોયલેટ વાટે નાશી છૂટવામાં સફળ રહ્યો

મેરઠ : ઉત્તરપ્રદેશમાં એક મહિલા અને ડૉક્ટર વચ્ચે પ્રેમલાપ નિ ઘટનામાં પત્નીની વિચિત્ર હરકત સામે આવતા સૌ દંગ રહી ગયા

હોસ્પિટલમાં હોશમાં આવેલા મહિલાના પતિએ જે વ્યથા વર્ણવી છે. તે સાંભળી ભલભલાના મનમાં દુઃખની સાથે તિરસ્કારની લાગણી જન્મી શકે છે. શાદાબ નામના શખસે જણાવ્યું કે તેની પત્ની છેલ્લા ઘણા સમયથી તેને અને પુત્રીઓને નશાની ગોળીઓ ખવડાવી પોતાના પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી. એટલું નહીં પત્નીએ હાર્પિક નાંખી તેના ગુપ્તાંગને પણ બરબાદ કરી નાંખ્યું છે. પોલીસ હાલ તો મામલાની તપાસ કરી રહી છે.

શાદાબની કહાની તેની પોતાની જુબાની

મેરઠના મલિયાના રહેવાસી શાદાબે જણાવ્યું કે સરધનાનો ડોક્ટર વસીમ તેનો ઓળખીતો છે. જેથી તે અવારનાવર તેના ઘરે આવતો જતો હતો. વસીમ જ્યારે પણ શાદાબને ઘરે આવતો તો ક્યારે બિરયાની કે મીઠાઇ લઇ આવતો હતો. જેને ખાધા બાદ શાદાબ અને તેની ત્રણેય પુત્રીઓ બેભાન થઇ જતાં હતા. ત્યાર બાદ તેની પત્ની ચાંદની અને ડૉ. વસીમ બેફિકર થઇ વ્યાભિચારમાં લિપ્ત થઇ જતાં હતા.

સ્થાનિકોએ રાત્રે ડૉ. વસીમને ચોર સમજી ઘોંઘાટ મચાવ્યો

કહેવાય છે કે શુક્રવારની સાંજે પણ ડૉ. વસીમ શાદાબના પરિવાર માટે ખાણી-પીણીની વસ્તુઓ લાવ્યો હતો. જેમાં કેફી દૃવ્ય ભેળવેલું હતું. વસ્તુઓ ખાધા બાદ શાદાબ અને તેની પુત્રીઓ ગાઢ ઊંઘમાં પોઢી ગયા હતા. ત્યાર બાદ મોડી રાત્રે વસીમ જ્યારે શાદાબના ઘરમાં ઘુસી રહ્યો હતો તે સમયે સ્થાનિક લોકોએ ચોર સમજી નજીકમાં રહેતા શાદાબના સંબંધીઓને કરી હતી. સાથે ચોર-ચોરની બુમો પાડી શાદાબના ઘરે મોરચો માંડ્યો હતો.

મહિલાએ પ્રેમીને ટોઇલેટમાં બંધ કરી ચપ્પુ હાથમાં લઇ લીધું

જોરજોરથી બુમો સંભળાતા અને લોકોનું ટોળું આવી ચઢતા મહિલાએ પહેલા તો પ્રેમી વસીમને ટોઇલેટમાં બંધ કરી દીધો હતો અને પછી ચપ્પુ દેખાડી પોતાની હાથની નશ કાપી નાંખવા લોકોને ધમકી આપી હતી. પરંતુ લોકોએ હિમ્મત દાખવી તેને પકડી લીધી હતી. પરંતુ જેવો ટોઇલેટનો દરવાજો ખોલ્યો તો, ડૉ. વસીમ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

બાજુના રૂમમાં પતિ અને બાળકો બેભાન હતા

સ્થાનિકવાસીઓને વાત ગળે ઉતરતી નહતી કે એક મહિલા આખા પરિવારની હાજરીમાં કેવી રીતે આવી કારસ્તાન કરી શકે. તેથી લોકોએ ઘરની તપાસ કરતા શાદાબ અને તેની ત્રણેય પુત્રીઓ બીજા રૂમમાં બેભાન હાલતમાં પડ્યાં હતા. તેથી બધા તાત્કાલીક તેમને હોસ્પિટલમા લઇ ગયા હતા.

(12:00 am IST)
  • તામિલનાડુમાં 31 ઓક્ટોબર સુધી લોકડાઉન : થોડી છૂટછાટ સાથે લોકડાઉન આખા ઓક્ટોબર માસ સુધી અમલી બનાવાયું access_time 7:49 pm IST

  • IPLમાં કુલ ૩૪૯૮ રન બન્યા : ૧૫૩ છગ્ગાઓ લાગ્યા : ૨૨૨ રન સાથે લોકેશ રાહુલ ટોચ ઉપર : ગઈકાલ સુધી આઈપીએલમાં ૧૦ મેચ રમાયા : ૨૩૭૯ બોલ ફેંકાયા : જેમાંથી ૩૪૯૮ રન બન્યા : ૧૨૧ વિકેટો પડી : ૧૫૩ છગ્ગાઓ, ૨૭૧ ચોગ્ગા લાગ્યા : ૨૩ ફીફટી અને ૨ સદી બની : ૨૨૨ રન સાથે લોકેશ રાહુલ ટોચના સ્થાને છે access_time 3:11 pm IST

  • બપોરે ધોરાજીમાં ભૂકંપનો આંચકો : રાજકોટ - પોરબંદર હાઈવે ઉપર આવેલ રાજકોટથી ૧૦૦ કિ.મી. દૂર ધોરાજી શહેરમાં ૩:૪૫ વાગ્યે અત્યારે ભૂકંપનો જોરદાર આંચકો આવતા લોકોમાં ભારે ગભરાટ છવાઈ ગયેલ : અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા (કિશોર રાઠોડ, ધોરાજી) access_time 3:59 pm IST