Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

યુ.એસ.માં ન્યુયોર્ક સ્થિત બ્રોના ટેલરની હત્યા માટે કોઈપણ પોલીસ ઓફિસર ઉપર આરોપ નહીં : ગ્રાન્ડ જ્યુરીના નિર્ણયથી બ્લેક કોમ્યુનિટી નારાજ : ન્યુયોર્ક ઇમિગ્રેશન કોલીશન શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રાખશે : માત્ર ન્યુયોર્ક નહીં સમગ્ર દેશમાંથી વંશીય ભેદભાવ દૂર કરાવીને જ જંપશે

ન્યુયોર્ક : બ્રોના ટેલરની હત્યા માટે બુધવારે ગ્રાન્ડ જ્યુરીએ કોઈ પણ પોલીસ ઓફિસર ઉપર આરોપ નહીં લગાવવાનો નિર્ણય કર્યો .તથા એપાર્ટમેન્ટમાં પડોશીઓના ઘર પાસે માર્ચ મહિનામાં બેદરકારી પૂર્વક ફાયરિંગ કરવા બદલ માત્ર એક ડિટેક્ટિવ ને જવાબદાર ગણ્યો.આ પૂર્વ ડિટેક્ટિવ બ્રેટ હન્કીસન ઉપર પાડોશીઓના જાન જોખમમાં મુકવાનો આરોપ લગાવાયો.
શ્રીમતી બ્રોનની હત્યાએ વંશીય ભેદભાવ વિરુદ્ધ દેખાવો કરવાનો પ્રારંભ કરી દીધો છે.અને હત્યામાં શામેલ પોલીસ અધિકારીઓ ઉપર પગલાં લેવા શાંતિપૂર્ણ દેખાવો શરૂ કરી દીધા છે.ગ્રાન્ડ જ્યુરીના નિર્ણયના સમાચાર પછી, વિરોધીઓ તરત જ ડાઉનટાઉન લુઇસવિલેમાં એકઠા થયા હતા અને શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા.જે  દરમિયાન, એલએમપીડીએ અનેક ધરપકડ કરી.
ગ્રાન્ડ જ્યુરીએ આપેલા નિર્ણયની વિરુદ્ધમાં ન્યુયોર્ક ઇમિગ્રેશન કોલીશનના વચગાળાના કો ડિરેક્ટર્સ  રોવિકા રાજકિશુન અને મુરાદ અવવદેહએ જણાવ્યું હતું કે જ્યુરીના નિર્ણયથી અમે ખુબ જ દુઃખી થયા છીએ.એક કોર્ટના ચુકાદાથી અમારું વંશીય ભેદભાવ સામેનું અભિયાન અટકી જવા પામશે નહીં.અમે લુઇસવિલે, મિનીઆપોલિસ, ફર્ગ્યુસનમાં અમારા ભાઈઓ અને બહેનો સાથે ઉભા છીએ.તથા ન્યુયોર્ક સહીત સમગ્ર દેશમાં વંશીય ભેદભાવ સામે અવાજ ઉઠાવતા રહીશું.તેવું nyic દ્વારા જાણવા મળે છે.

(9:36 am IST)