Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

બુલેટ ટ્રેન માટે જપાન પાસેથી લોનનો પહેલો હપ્તો મળવાનો માર્ગ મોકળો

મુંબઇ તા.૨૯: મુંબઇ અને અમદાવાદ વચ્‍ચચે દેશના પહેલા બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જપાન ઇન્‍ટરનેશનલ કો-ઓપરેશન એજન્‍સી (JICA) પાસેથી પહેલા હપ્તા સ્‍વરૂપે સાડાપાંચ હજાર કરોડ રૂપિયા મળવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. હવે આવી આશા રાખવામાં આવી રહી છે કે આવતા વર્ષની શરૂઆતથી બુલેટ ટ્રેન નિર્માણનું કાર્ય વેગ પકડશે. આ પ્રોજેકટ માટે જપાન અને ભારત વચ્‍ચે થયેલી સમજૂતી બાદ હવે એ નિヘતિ છે કે જરૂરત પ્રમાણે પ્રત્‍યેક છ મહિને JICA પાસેથી લોનની રકમનો થોડો હિસ્‍સો મેળવી શકશે. હવે બુલેટ ટ્રેન માટેઆ ૮૮ હજાર કરોડ રૂપિયામાંથી રેલ્‍વે પોતાની જરૂરત મુજબ લોનની રકમ મેળવતું રહેશે. આજ  વ્‍યવસ્‍થાના ભાગરૂપે પહેલા હપ્તામાં ૮૯,૪૫૭ બિલિયન યેન એટલે કે ૫૫૯૧ કરોડ રૂપિયા મળશે.

(10:56 am IST)