Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

તામિલનાડુના ઓમાલુર પાસેના કોટ્ટાગોંડાપટ્ટીમાં લગ્નના ૩ દિવસ પછી પતિનો આપઘાતઃ ઘરમાં શૌચાલય ન હોવાથી પત્ની પિયર જતી રહેતા પગલુ ભર્યું

સલેમ: તમિલનાડુના ઓમાલુર પાસે કોટ્ટાગોંડાપટ્ટીમાં એક વ્યક્તિએ લગ્નના 3 દિવસ પછી આત્મહત્યા કરી લીધી. યુવકની પત્ની સાસરીમાં શૌચાલય હોવાને કારણે બીજા દિવસે ઘર છોડીને જતી રહી હતી. તેના પાછા ફરવાથી દુ:ખી થઈને યુવકે આત્મહત્યા કરી લીધી. તેનો મૃતદેહ ઘર પાસે બનેલા કુવામાંથી મળી આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, શિવાજીના દીકરા ચેલ્લાતુરઈએ BEનો અભ્યાસ કર્યો હતો. તે એક સુપરમાર્કેટમાં સેલ્સમેન હતો. દીપા પણ તેની સાથે સુપરમાર્કેટમાં કામ કરતી હતી. બન્ને એકબીજાને પ્રેમ કરતા હતા. બન્ને અલગ અલગ સમાજના હતા પરંતુ તેમની જિદ સામે માતા-પિતા લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા.

23 સપ્ટેમ્બરના રોજ બન્નેના લગ્ન થયા હતા. દીપા જ્યારે સાસરીમાં આવી તો તેને ખબર પડી કે સાસરીમાં શૌચાલય નથી. ચેલ્લાતુરઈનો પરિવાર જાહેર શૌચાલયનો ઉપયોગ કરતો હતો. વાત બાબતે તેમની વચ્ચે લડાઈ થઈ ગઈ. દીપાએ શરત મુકી કે જો તે ઈચ્છે છે કે દીપા પાછી આવે. તો જ્યાં સુધી ઘરમાં શૌચાલય બને ત્યાં સુધી હોટલમાં રુમ બુક કરે અને ત્યાં સાથે રહે.

ચેલ્લાતુરઈએ કહ્યુ હતું કે, તે હોટલ નથી બુક કરાવી શકતો પરંતુ 10 દિવસમાં ટોઈલેટ બનાવી આપવાનું આશ્વાસન આપી શકે છે. જો કે દીપા માની નહીં અને બીજા દિવસે પિયર જતી રહી. ચેલ્લાતુરઈ તેને મનાવવા ગયો પણ તે માન્યો નહીં. વાતથી હતાશ થઈને તે પાછો ફર્યો અને મોડી રાતે ઘરની પાસે આવેલા કુવામાં આત્મહત્યા કરી નાખી. તેણે સ્યુસાઈડ નોટ પણ લખી, જેમાં લખ્યું છે કે, તેની મોતનો જવાબદાર તે પોતે છે. તેણે પોલીસ અને પરિવારના લોકોને વિનંતી કરી છે કે, દીપાને હેરાન કરવામાં આવે.

(12:00 am IST)