Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

આકરી આલોચના બાદ જેક-માએ ફેરવી તોળ્યું : હવે કહ્યું અઠવાડિયામાં 12 કલાક કામ કરવું પણ પુરતું છે

જો આપણે શિક્ષણ વ્યવસ્થાને નહિ બદલીએ તો આ કરવું અશક્ય છે.

 

નવી દિલ્હી : ચીનના સૌથી આમિર વ્યક્તિ અને અલીબાબા સમૂહના માલિક જેક માએ કામ કરવા માટેના કલાકોને લઈને ફેરવી તોળ્યું છે હવે જેક માએ હવે કહ્યું છે કે લોકો અઠવાડિયામાં 12 કલાક અને ત્રણ દિવસ કામ કરે તે પણ પર્યાપ્ત છે. અગાઉ જેક માએ અઠવાડિયાના 6 દિવસ 12 કલાક કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો, ત્યારબાદ તેમની આકરી ટીકા થઇ હતી.

જેક માએ કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કરી શકાય છે. શંઘાઇમાં આયોજિત વર્લ્ડ ઇન્ટેલિજન્સ કૉંફરંસને સંબોધિત કરતા જેક માએ કહ્યું હતું કે તેની મદદથી ઓફિસમાં કામના કલાકો ઘટાડી શકાય છે. તેઓએ કહ્યું હતું કે પ્રત્યેક મનુષ્ય, દેશ અને સરકારોએ આગામી 10-20 વર્ષમાં શિક્ષણસ્તરને સુધારવા માટે કામ કરવું જોઈએ. આપણે એક એવી વ્યવસ્થા પર કામ કરવું જોઈએ તેનાથી દરેક બાળકને નોકરી મળે. એક એવી નોકરી કે જેમાં અઠવાડિયામાં ફક્ત ત્રણ દિવસ અને 12 કલાક કામ કરી શકાય. જો આપણે શિક્ષણ વ્યવસ્થાને નહિ બદલીએ તો કરવું અશક્ય છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ અલીબાબાના સ્થાપક જેક માંએ કામ કરવા માટેની નવી ફોર્મ્યુલા આપી હતી જેને 996 શેડ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. શેડ્યુઅલનો અર્થ કાઢીએ તો તેવો નીકળે કે સવારે 9થી સાંજનાં 9 વાગ્યા સુધી એટલે કે 12 કલાક તેમજ અઠવાડિયામાં 6 દિવસ કામ કરો. ઉપરાંત ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના અખબાર પીપલ્સ ડેલીના તંત્રીએ લખ્યું હતું કે, ઓવરટાઈમને ફરજીયાત કરવો એને અભિમાન દર્શાવે છે. જે કર્મચારીઓ સાથે અન્યાયી અને અવ્યાવહારિકછે 

(12:20 am IST)