Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

મની લોન્ડરિંગ સમાજ સામે એક ગુનો : ઇડીની રજૂઆત

ચિદમ્બરમની કસ્ટોડિયલ પુછપરછની જરૂર : આઈએનએક્સ મિડિયા મની પ્રકરણમાં મોટા કાવતરાનો પર્દાફાશ કરવા પુછપરછની જરૂર છે : ઇડીની રજૂઆત

નવીદિલ્હી,તા.૨૯ : આઈએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં મોટા કાવતરાનો પર્દાફાશ કરવા પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમની કસ્ટોડિયલ પુછપરછની જરૂર દેખાઈ રહી છે તેમ ઇડીએ આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. ઇડીએ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, મની લોન્ડરિંગ સોસાયટી અને દેશ સામે એક મોટા ગુના તરીકે છે.

પીએમએલએ હેઠળ દાખલ કરવામાં આવેલા મની લોન્ડરિંગ કેસમાં મોટા કાવતરાના સંકેત દેખાઈ રહ્યા છે. જસ્ટિસ આર ભાનુમતિ અને એએસ બોપન્નાની બેંચ સમક્ષ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું હતું કે, હાલના તબક્કે ચિદમ્બરમ સામે ચાલી રહેલી તપાસના મામલે એકત્રિત કરવામાં આવેલા પુરાવાને દર્શાવવાની સ્થિતિમાં તે નથી. કારણ કે, મની લોન્ડરિંગ સંબંધિત પુરાવા હાલ રજૂ કરવા જેવી સ્થિતિમાં નથી. બીજી બાજુ ઇડી તરફથી ઉપસ્થિત રહેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, સામગ્રીને જાહેર કરવાની કોઇપણ જરૂર દેખાઈ રહી નથી. સુત્રોએ એમ પણ કહ્યું છે કે, સોર્સ અને પુરાવાને લઇને હાલમાં ગુપ્તતા રાખવાની જરૂર છે.

      તપાસ હાલમાં ચાલી રહી છે. મની લોન્ડરિંગ સોસાયટી અને દેશ સામે દુશ્મન તરીકે છે. તપાસ સંસ્થા યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ૨૦૦૯ બાદ ચાલુ રહેલા મની લોન્ડરિંગના પુરાવા રહેલા છે. અત્રે નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં ચિદમ્બરમ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી કરવામાં આવી રહી છે. ચિદમ્બરમે આઇએનએક્સ મિડિયા ભ્રષ્ટાચાર કેસ અને મની લોન્ડરિંગ કેસમાં આગોતરા જામીનને ફગાવીદેવાના દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે અપીલ કરી હતી. આ અપીલને લઇને હાલ સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દલીલો પર હજુ જારી રહી શકે છે.

(7:44 pm IST)