Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ચંદ્રયાન-૨ હવે ઇતિહાસ રચવાથી માત્ર ૧૧ ડગલા દુર

દિલ્હીઃગઇ કાલે સવારે ૯:૦૪મીનીટે  ચંદ્રયાન-૨એ ચંદ્રની ત્રીજી ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો. ચંદ્ર પર ઉતરવાથી હવે તે ફકત ૧૧ દિવસ દુર છે. આ પ્રકિયા પુરી થયા પછી ઇસરોએ કહ્યુ કે યાનની બધી પ્રણાલી નોર્મલ છે. અને તેણે પ્રણોદન પ્રણાલીનો ઉપયોગ કર્યો હતો. તેમાં ૧૧૯૦ સેકન્ડનો સમય લાગ્યો હતો. ત્યાર પછી યાન ૧૭૯*૧૪૧૨કીમીની કક્ષામાં પહોંચી ગયું છે.

ઇસરોના અધ્યક્ષ કે શિવન અનુસાર, ચંદ્રયાનના ત્રણ હિસ્સામાંનું એક ઓર્બિટર ચંદ્રની પરિક્રમા કરતું રહેશે. જ્યારે લેન્ડર અને તેની સાથે જોડાયેલું રોવર સાત સપ્ટેમ્બરે બપોરે ૧:૫૫ મીનીટે અલગ થઇને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે.ત્યાર પછી રોવર પણ લેન્ડરથી અલગ થઇ જશે. અને ૫૦૦ મીટરના વર્તુળમાં ચંદ્રની સપાટી પર ફરીને પ્રયોગો કરશે.

યાનને ચંદ્રની સપાટીથી લગભગ ૧૦૦કિલોમીટરના અંતરે ચંદ્રના ધ્રુવો પરથી પસાર થતી છેલ્લી કક્ષામાં પહોંચાડવા માટે હજી આ પ્રકારની ત્રણ વધુ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે.ઇસરોએ કહ્યુ કે બીજી સપ્ટેમ્બર લેન્ડર ઓબીંટરથી છુંટુ પડી જશે અને ચંદ્રની આજુબાજુ ૧૦૦*૩૦ કીમીની કક્ષામાં પ્રવેશ કરશે.

ચંદ્ર પર સોફટલેન્ડીંગએ સૌથી મહત્વપૂર્ણ પળ હશે. આ પહેલા ઇસરોએ તે કયારે નથી કયુંર્. લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતર્યા પછી પ્રજ્ઞાન નામનું રોવર બહાર નિકળશે. ત્યાર પછી રોવર પોતાના છ પૈડા પર ચાલીને ચંદ્રની સપાટી ૫૨૩૭૧ પોતાના વૈજ્ઞાનિક પ્રયોગો પુરા કરશે.

(3:40 pm IST)