Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

મણિપુરના આતંકવાદી સંગઠનનાં કમાન્‍ડરની ધરપકડઃ સી.એમ. ને ધમકી આપવાનો મામલો

દિલ્‍હી પોલીસે મણિપૂરના આતંકવાદી સંગઠન કાંગલેઇયાડ કમ્‍યુનિસ્‍ટ પાર્ટી  (કેસીપી-પી-ડબલ્‍યુજી ) ના અધ્‍યક્ષ અને કમાંડર ઓઇનામ ઇબોચોઉબા સિંહ ઉર્ફે કોઇરાંગબા ને પકડી પાડેલ છે. એક અહેવાલ પ્રમાણે તે પોતાની રાષ્‍ટ્રવિરોધી કાર્યવાહી માટે દિલ્‍હીમાં બેઝ સ્‍થાપવાની કોશિષમાં હતો. ઓઇનામ પર મણીપુરના મુખ્‍યમંત્રી અને અન્‍ય મંત્રીઓને ધમકી આપવાનો આરોપ હતો.

(11:27 pm IST)