Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

પશ્‍ચિમ બંગાળ કોર્ટે અમિતભાઇ શાહ ને સમન્‍સ પાઠવ્‍યું: ર૮ સપ્‍ટેમ્‍બરે કોર્ટમાં હાજર થવું

કલકતા પશ્‍ચિમ બંગાળની એક અદાલતે BJP  અધ્‍યક્ષ અમિત શાહને અપરાધિક માનહાનીના મામલે સમન્‍સ મોકલ્‍યું છે. ર૮ સપ્‍ટેમ્‍બરે કોર્ટમાં હાજર રહેવા ફરમાન કરેલ છે.  રાજયના મુખ્‍યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસી સાંસદ અભિષેક બેર્નજીએ શાહ ઉપર ૧૧ ઓગસ્‍ટે  એક રેલી દરમ્‍યાન અપમાનજનક ટીપ્‍પણનો આરોપ લગાવેલ છે.

(11:26 pm IST)