Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

મહારાષ્ટ્ર પોલીસે કેટલાય રાજ્યોમાં પ્રબુદ્ધ વામપંથીને ત્યાં દરોડામાં પકડેલા કથિત માઓવાદીઓ વિષે વિગતો ખુલી

 મહારાષ્ટ્ર પોલીસે કેટલાક રાજ્યોમાં પ્રબુદ્ધ વામપંથી કાર્યકર્તાના ઘરે દરોડો કરીને માઓવાદીઓ સાથે સંબંધની શંકાએ ચાર કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી ગતવર્ષે 31મી ડિસેમ્બરે અલગાર પરિષદના એક કાર્યક્રમ બાદ પુણે નજીક કરેગાવ -ભીમા ગાવમાં દલિતો અને ઉચ્ચ જાતિના પેશ્વાઓ વચ્ચે થયેલ હિંસક ઘટનાની તપાસ અંતર્ગત દરોડા પાડયા હતા વર્ષના જૂનમાં દલિત કાર્યકર્તા સુધીર ધાવલેને મુંબઈમાં તેના ઘરેથી ઝડપી લેવાયો હતોજયારે વકીલ સુરેન્દ્ર ગાડગીલ,કાર્યકર્તા મહેશ રાઉત,અને શોભા સેનને નાગપુરથી અને અને રોના વિલ્સનને દિલ્હીના મુનિરાકા સ્થિત તેના ફ્લેટમાંથી ધરપકડ કરાઈ હતી ;જે વામપંથી કાર્યકર્તાઓની ધરપકડ કરાઈ છે તેનો સંક્ષિપ્ત પરિચય મુજબ છે

(1) વરવર રાવ ;વર્ષ 1957માં કવિતા લખતા હતા,વિરાસમ (ક્રાંતિકારી લેખક સંગઠન )ના સંસ્થાપક સભ્ય રાવને ઓક્ટોબર 1973માં આંતરિક સુરક્ષા ખરખાવ કાનૂન (મીસા )અંતગર્ત ધરપકડ કરાયા હતા,વર્ષ 2003ના રામનગર કાવતરા કાંડમાં છોડી મુકાયા હતા કેટલાક અલગ અલગ મામલામાં 1975 અને 1986 દરમિયાન તેમની એકથી વધુવાર ધરપકડ કરાઈ હતી,રાવ ને એકવાર આંધ્રપ્રદેશ લોક સુરક્ષા કાનૂન અંતર્ગત 19 ઓગસ્ટ 2005ના રોજ ધરપકડ કરીને હૈદરાબાદના ચંચલગુડા કેન્દ્ર જેલમાં મોકલી અપાયા હતા 31 માર્ચ 2006ના રોજ લોક સુરક્ષા કાનૂન અંતગર્ત ચાલેલો કેસ નાબૂદ કરી દેવાયો હતો અને રાવને તમામ મામલામાં જમીન મળી ગયા હતા

( 2 ) અરુણ ફેરેરા :મુંબઈમાં રહેતા નાગરિક અધિકાર કાર્યકર્તા ફરેરાને 2007માં પ્રતિબંધિત ભાકપા (માઓવાદી )ના પ્રચાર અને સંચાર શાખાનો નેતા બતાવ્યો હતો તેને 2014માં રામમ આરોપમાંથી મુક્ત કરાયો હતો પોતાના પુસ્તક 'કલર્સ ઓફ કેજ ; પ્રિઝન મેમોયર 'માં ફરેરાએ જેલમાં વિતાવેલા પાંચ વર્ષનું વિવરણ લખ્યું હતું

 ( 3 ) સુધા ભારદ્વાજ : સુધા છત્તીસગઢમાં પોતાના કામ માટે જાણીતી હતી તે 29 વર્ષ સુધી ત્યાં રહી છે અને દિવંગત શંકર ગુહા નિયોગીના છત્તીસગઢ મુક્તિ મોરચાની સભ્ય તરીકે ભીલાઈમાં ખનન શ્રમિકોના અધિકાર માટે લડાઈ લડી ચુકી છે ,આઈઆઈટી કાનપુરની છાત્રા હોવા દરમિયાન પશ્ચિમ બંગાળ,બિહાર,અને ઉત્તર પ્રદેશમાં વિતાવેલા દિવસોમાં શ્રમિકોની દયનિય સ્થિતિ જોયા પછી તેણીએ છત્તીસગઢ મુક્તિ મોરચાની સાથે 1986માં કામ કરવું શરુ કર્યું હતું,નાગરિક અધિકાર કાર્યકર્તા અને વકીલ સુધા જમીન અધિગ્રહણ વિરુદ્ધ લડાઈ લડતી હતી અને તે હાલમાં પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીની છત્તીસગઢ એકમની મહાસચિવ છે

(4)સુજૈન અબ્રાહમ :નાગરિક અધિકાર કાર્યકર્તા સુજૈનએ અલગાર પરિષદના કાર્યક્રમના સિલસિલામાં પોલીસ દ્વારા જૂનમાં કરાયેલા સર્ચ દરમિયાન ધરપકડ કરાયેલા કેટલાય લોકોની અદાલતમાં બચાવ કર્યો હતો,સામાજિક કાર્યકર્તાવર્રનોન ગાંજલાવીસના પત્ની સુજૈન કેરળમાં એક શિક્ષક પરિવારમાં જન્મી અને તેને જામ્બિયામાં અભ્યાસ કર્યો હતો તેણીએ નોટબંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું,તેણીએ દિલ્હી યુનિવર્સીટીના પ્રોફેસર જી,એન,સાઈબાબા,સામાજિક કાર્યકર્તા પ્રશાંત રાહી અને અન્યને અપાયેલ કારાવાસ વિરુદ્ધ ખુબ લખ્યું છે અને તેનેં ગેર કાનૂની ગતિવિધિ સામે કાનૂનનો દુરુપયોગ ગણાવ્યો હતો

( 5 ) વર્રનોન ગાંજલિવસ ;વર્રનોનના મિત્રો તરફથી ચલાવાયેલ એલ બ્લોગમાં તેને ન્યાય સમાનતા અને આઝાદી ના હિમાયતી બતાવાયું હતું,મુંબઈ યુનિવર્સીટીમાંથી ગોલ્ડ મેડલ વિજેતા અને રૂપારેલ કોલેજ એન્ડ એચઆર કોલેજના પૂર્વ લેક્ચરર વર્રનોન અંગે સુરક્ષા એજન્સીઓનો આરોપ છે કે તે નક્સલીની મહારાષ્ટ્ર રાજ્ય સમિતિના પૂર્વ સચિવ અને કેન્દ્રીય કમિટીના પૂર્વ સભ્ય છે તેને અંદાજે 20 મામલામાં આરોપી બનાવાયા છે અને સાક્ષીના અભાવે છોડી મુકાયા હતા તેને વર્ષ જેલમાં વિતાવવા પડ્યા હતા

( 6 )ગૌતમ નવલખા :નવલખા દિલ્હીમાં રહેતા પત્રકાર છે અને પીપુલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઇટ્સ સાથે જોડાયેલ હતો તે પ્રતિષ્ઠિત પત્રિકા 'ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ વીકલી 'ના સંપાદકીય સલાહકાર છે તેને સુધા ભારદ્વાજ સાથે મળીને ગેર કાનૂની ગતિવિધિ કાનૂન 1967 નિરસ્ત કરવા માંગ કરી હતી તેમનું કહેવું છે કે ગેર કાનૂની સંગઠનોની ગતિવિધિઓના નિયમન માટે પસાર કરાયેલ કાનૂનનો ખોટો ઉપયોગ થઇ રહયો છે,છેલ્લા બે દશકથી વારંવાર કાશ્મીરનો પ્રવાસ કરતા રહ્યા નવલખાએ જમ્મુ કાશ્મીરમાં કથિત મુદ્દે ખુબ લખ્યું હતું

( 7 ) આનંદ તેલતુંબડે :એન્જીનીયર,એમબીએ અને પૂર્વ સીઈઓ આનંદ દલિત અધિકારોના ચિંતક તરીકે પ્રખ્યાત છે તેઓએ જન આંદોલન પર પુસ્તક લખ્યું છે તેઓએ મુંબઈ યુનિવર્સીટીમાં સાઇબરનેટિક્સમાં પીએચડી કરી છે , સ્વાયોગ છે કે તેઓએ સતત દલીલ આપી છે કે દલિતો માટે અનામતે તેઓને લાંછિત કર્યા છે અને ભારતની રાજ વ્યવસ્થામાં જાતિને પ્રવિતતા પ્રદાન કરી છે

( 8) ફાધર સ્ટન સ્વામી :માનવાધિકાર કાર્યકર્તા ફાધર સ્ટન સ્વામીએ વિસ્થાપન વિરોધી જનવિકાસ આંદોલનની સ્થાપના કરી,જે આદિવાસીઓ અને દલિતોના અધિકારોની લડાઈ લડે છે સ્વામી તે 20 લોકોમાં સામેલ હતા જેના વિરુદ્ધ છેલ્લા વર્ષે જુલાઈમાં રાજદ્રોહનો મામલો દાખલ કરાયોઃ હતો,તેના પર પાથલગડી આંદોલનના મુદ્દે તણાવ ભડકાવા માટે ઝારખંડ સરકાર વિરુદ્ધ નિવેદન કરવાનો આરોપ હતો

( 9 )ક્રાંતિ ટેકુલા ;ક્રાંતિ 'નમસ્તે તેલંગણા 'ના પત્રકાર છે

(10:55 pm IST)