Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

હવે હિઝબુલ કમાન્ડર અલ્તાફ કચરૂ અથડામણમાં ઠાર કરાયો

અન્ય એક સાથી સાથે અનંતનાગમાં મોતને ઘાટ : અલ્તાફ કચરૂ પર ૧૫ લાખનું ઇનામ હતું અને તે બુરહાન વાનીનો નજીકનો સાગરિત હતો : સેનાને મોટી સફળતા

શ્રીનગર, તા. ૨૯ : જમ્મુકાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મુનવાર્ડમાં આજે સવારે થયેલી ભીષણ અથડામણમાં બે ત્રાસવાદીઓ ઠાર થયા છે. ઠાર કરાયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક અને હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કલાકો સુધી ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી. ઠાર થયેલા ત્રાસવાદીઓને સુરક્ષા દળો માટે મોટી સફળતા તરીકે ગણવામાં આવે છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓની ઓળખ હિઝબુલ કમાન્ડર અલ્તાફ અહેમદ દાર અને દાર ઉર્ફે અલ્તાફ કચરુ અને તેના સાથી ઉંમર રશીદ તરીકે કરવામાં આવી છે. અલ્તાફ અહેમદ બુરહાન વાનીનો નજીકનો સાથી હતો. હિઝબુલનો આ ત્રાસવાદી કુલગામમાં ડિસ્ટ્રીક્ટ કમાન્ડર તરીકે ઘણા વર્ષોથી સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવી રહ્યો હતો તે કાશ્મીરી યુવાનોને ત્રાસવાદી ગતિવિધિમાં સામેલ કરવામાં પણ સામેલ રહ્યો હતો. કચરુ ૨૦૧૭માં હિઝબુલના નવા કાશ્મીર ઓપરેશનલ ચીફ અને કમાન્ડર તરીકે સક્રિય હતો. તેના ઉપર ૧૫ લાખ રૂપિયાનું ઇનામ પણ હતું. ત્રાસવાદીઓની સામે પોલીસ, આર્મી સહિત કેન્દ્રીય દળોની ટીમે ઓપરેશન હાથ ધર્યુ હતુ. કાર્યવાહી દરમિયાન મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. સાવચેતીના પગલારૂપે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. કોઇ પણ પ્રકારની અફવા ન ફેલાય તે માટે સેવા બંધ કરવામાં આવી હતી. તમામ લોકો જાણે છે કે દક્ષિણકાશ્મીરમાં પુલવામાં સેનાના વાહનને મંગળવારે ફુકી મારવાનો પ્રયાસ ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. સેના અને સુરક્ષા દળો દ્વારા હાલમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનના કારણે ત્રાસવાદીઓ ફફડી ઉઠ્યા છે. ત્રાસવાદીઓ હવે તેમની હાજરી પુરવાર કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. સુરક્ષા દળોને જમ્મુ  ત્રાસવાદીઓ સામે હાલમાં નિર્ણાયક ઓપરેશન ચાલી રહ્યા છે જેના ભાગરુપે લશ્કરે તોઇબા અને જૈશના ત્રાસવાદીઓ સહિત તમામ આતંકવાદી સંગઠનોમાં ખળભળાટ મચેલો છે. ત્રાસવાદીઓ તેમની યોજનામાં સફળ સાબિત થઇ રહ્યા નથી. ત્રાસવાદીઓ લીડરોનમોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. આ વર્ષે ૮૦૦થીપણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવી ચુક્યા છે. સુરક્ષા દળો અને ખાસ કરીને સેના દ્વારા જોરદાર ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ત્રાસવાદીઓ સામે તાજેતરના સમયમાં જોરદાર સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે. ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓનો જોરદાર રીતે સફાયો કરવામાં આવ્યો છે. હાલમાં સ્થિતી એવી થઇ છે કે ત્રાસવાદી સંગઠનમાં લીડર બનવા માટે કોઇ તૈયાર નથી.

(7:22 pm IST)