Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

બાયોફ્યુલ માટે જંગલી બીજના વાવેતર સાથે કમાણી કરવાની તક મળશેઃ ૩ કિલોગ્રામ બીજમાંથી અેક લિટર ફ્યુલનું ઉત્પાદન

નવી દિલ્હીઃ જો તમારી જમીન ઉજ્જડ હોય અને પાણી ઓછું હોય તો પણ તમે લાખો રુપિયા કમાઈ શકો છો આ માટે બસ જરુર છે તમારે આજની બદલાતી જતી દુનિયા સાથે અપડેટ રહેવાની. જેમ કે પીએમ મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર બાઈક્સ-કાર્સથી લઈને પ્લેન સુધી તમામ જગ્યાએ બાયો ફ્યુલના ઉપયોગ પર ભાર આપી રહી છે. બાયો ફ્યુલ દ્વારા પ્લેન ઉડાવવાનો એક પ્રયોગ તાજેતરમાં જ સફળ રહ્યો છે. ત્યારે સરકાર આ મુદ્દે ખૂબ ઉત્સાહ પૂર્વક આગળ વધવા તૈયારી કરી રહી છે.

ભારતમાં વાર્ષિક લગભગ રુ.30000 કરોડ ફ્યુલ આયાત કરવા પાછળ ખર્ચ થાય છે. ત્યારે કેન્દ્ર સરકાર પ્લાન કરી રહી છે કે આગામી ચાર-પાંચ વર્ષમાં આયાતનો ખર્ચ રુ.10000 કરોડ જેટલો ઓછો થઈ જાય. જેથી તેની ભરપાઈ માટે દેશમાં જ બાયો જેટ ફ્યુલ બનાવવામાં આવશે. આ બાયો ફ્યુલ માટે જોઈતા જંગલી બીજના વાવેતરથી તમે કમાણી કરી શકો છો.

તાજેતરમાં વાહનવ્યવહાર મંત્રી ગડકરીએ કહ્યું હતું કે, ‘જે બીજનું તેલ ખાદ્ય નથી તેના દ્વારા સહેલાથી બાયો ફ્યુલ મળી શકે છે. જે માટે ટેક્નોલોજી પણ શોધાઈ ગઈ છે અને દેશના વૈજ્ઞાનિકોએ તે સાબિત પણ કરી આપ્યું છે. આ બાયોફ્યુલ મેળવવા માટે મુખ્યરુપે રતનજોત, મોહ, સાહલ, ટોલી નામના જંગલી બીજનો ઉપયોગ કરવામાં આવે છે. જે સામાન્ય રુપે ઉડીસા, છત્તિસગઢ, મહારાષ્ટ્ર અને ઝારખંડના એનેક વિસ્તારોમાં ભૂરપૂર માત્રામાં મળી આવે છે.’

જોકે રતન જોત એટલે કે જટ્રોફાનું ઉત્પાદન દેશમાં ઓછું છે. બાયોફ્યુલના ઉત્પાદન માટે જેટ્રોફાની માત્રા વધુ જોઈએ છે. જોકે તેના સીવાયના અન્ય જંગલી બીજમાંથી પણ તેલ સારી એવી પ્રમાણમાં મળી રહી છે. સરકાર પ્લાન કરી રહી છે કે આ જંગલી બીજને પ્રતિ કિગ્રા 10-15 રુપિયાના ખર્ચે ખરીદવામાં આવે. જેના 3 કિગ્રામાંથી એક લિટર ફ્યુલ ઉત્પાદન કરી શકાય છે.

દેશમાં હાલ એરલાઇન્સ 70 રુપિયા પ્રતિ લિટર ભવે ફ્યુલની ખરીદી કરે છે. જો આ કંપનીઓને સરકાર દ્વારા બાયોફ્યુલ તેના કરતા સસ્તામાં મળે તો કંપનીઓને પણ ફાયદો અને ખેડૂતોને પણ ફાયદો મળી રહેશે. આ સાથે સરકારનું ફ્યુલ આયાત બિલ પણ ઓછું થશે. ફ્યુલ બિલમાં ઘટાડો થતા હવાઈ પ્રવાસ પણ સસ્તો થશે. નિષ્ણાંતોનું માનીએ તો બાયો જેટ ફ્યુલના ઉપયોગથી પ્લેન મુસાફરીના ખર્ચમાં 20 ટકા જેટલો ઘટાડો આવી શકે છે. જેનો લાભ મુસાફરોને સસ્તા હવાઈ પ્રવાસ તરીકે મળશે. આ અંગે ટૂંકમાં જ નીતિ તૈયાર કરવામાં આવશે તેવું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે.

(5:10 pm IST)