Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

'એક રાષ્ટ્ર એક ચુંટણી' માટે મોદી સરકાર લાવશે સંવિધાન સંશોધન બીલ

તેલંગાણાના ભાજપ નેતા કૃષ્ણસાગર રાવે કર્યો દાવો : શીયાળુ સત્રમાં અથવા વિશેષ સત્ર બોલાવીને આ પ્રસ્તાવ રજૂ કરાશે

હૈદરાબાદ તા. ૨૯ : ભાજપના નેતૃત્વવાળી કેન્દ્રની સતા પર કાબેલ એનડીએ સરકાર લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવા માટે એક સંવિધાન સંશોધન વિધેયક લાવશે. તેલંગાણા ભાજપના એક નેતાએ એ દાવો કર્યો છે. તેઓએ કહ્યું કે સંવિધાન સંશોધન વિધેયક લાવવા માટે કેન્દ્ર સરકાર સંસદનું એક વિશેષ સત્ર બોલાવશે.અથવા આગામી શીતકાલીન સત્રમાં જ સરકાર આ વિધેયક લાવવાની તૈયારીમાં છે.

તેલંગાણા બીજેપી પ્રવકતા કૃષ્ણ સાગર રાવે કહ્યું કે આ વિશે એ શકયતા છે કે સરકાર સંસદના શીતકાલીન સત્રમાં જનપ્રતિનિધત્વ અધિનિયમ માટે એક સંવિધાન સંશોધન વિધેયક લાવશે.અથવા તે ઉદ્દેશ માટે એક વિશેષ સત્ર બોલાવી શકે છે.

રાવે કહ્યું કે, 'બીજેપી એક સાથે ચૂંટણી કરવાના પક્ષમાં છે,અમે હજુ પણ આ વિષયને આગળ વધાવી રહ્યા છે અને તેને છોડ્યા નથી.તેઓએ વધુમાં ઉમેર્યું કે આ વિશે સ્પષ્ટ સંકેત દેખાય છે કે મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ તેમનો એ ઈરાદો બનાવી રહયા છે કે વિધાનસભા ચૂંટણી સમય પહેલા કરવામાં આવે.જોકે બીજેપી તેને શકયતા રૂપે જોઈ રહી છે.'

રાજનૈતિક ગલીઓમાં એ ચર્ચા છે કે શું ટીઆરએસ સરકાર વિધાનસભા ચૂંટણી સમય પહેલા કરાવાની શકયતાઓ શોધી રહ્યા છે.તેલંગાણામાં આવતા વર્ષે એપ્રિલ-મેમાં લોકસભા ચૂંટણીની સાથે આ ચૂંટણી થવાની છે.રાવે કહ્યું કે મુખ્યમંત્રીનું માનવું છે કે જો વિધાનસભા ચૂંટણી સમય પહેલા કરાવામાં આવે છે અને લોકસભા ચૂંટણીની સાથે કરાવામાં આવતા નથી. તો ટીઆરએસ સત્તા પર પાછી ફરશે.

તેઓએ કહ્યું કે, મુખ્યમંત્રી વિપક્ષના તૈયાર નહી રહેવાનો ફાયદો ઉઠાવવા માંગે છે અને વિધાનસભા ચૂંટણી પર જ સમગ્ર ધ્યાન સુનિશ્ચિત કરવા માગે છે સાથે જ મુખ્યમંત્રી સામાન્ય ચુંટણી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના પ્રભાવો અંગે ચિંતીત છે જેની અસર વિધાનસભા ચુંટણીના પરિણામો પર પડી શકે છે.

જો કે તેઓએ કહ્યું કે, ટેકનીકલીરૂપે એ શકય થઇ શકે નહી કે મુખ્યમંત્રી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભાઓની સાથે ચુંટણી કરાવા માટે હાલમાં વિધાનસભા ભંગ કરે તેનું એ જ કારણ છે કે ચુંટણી પંચે આ ચાર રાજ્યોમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

(3:56 pm IST)