Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

રાહુલને સદ્દબુદ્ધિ મળે... ગુરૂદ્વારામાં પ્રાર્થના

૧૯૮૪નો શીખ કત્લેઆમ કાંડ કોંગ્રેસ માટે માથાનો દુખાવો બન્યો

દિલ્હી તા.૨૯: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૧૯૮૪ શીખ કત્લેઆમમાં કોંગ્રેસનો હાથ નહોતો એવું બયાન આપતા દિલ્હી શીખ ગુરૂદ્વારા પ્રબંધક કમિટી અને રમખાણ પીડિત પરિવારોએ રાહુલ ગાંધીને સદ્દબુદ્ધિ આપવા પ્રાર્થના કરી હતી.

કમિટીના કાર્યકારી પ્રમુખ હરમીતસિંહ કાલકા, મહાસચિવ મનજીંદરસિંહ સિરસા, સંયુકત સચિવ અમરજીતસિંહ, લોકસભા સદસ્ય પ્રેમસિંહ ચંદુમાજરા, અકાલી નેતા  અવતારસિંહ હિત વગેરેએ એક મિટીંગમાં પોતાના વિચારો વ્યકત કર્યાં હતા. વકતાઓએ ગાંધી પરિવાર પર આકરા શબ્દોમાં હુમલો કરતા રાહુલ પર શીખોની ભાવનાઓની કદર ન કરવાનો આક્ષેપ કર્યો હતો.

કાલકાએ કહયું કે રાહુલે ફરી એકવાર શીખોની લાગણીઓ ઉશ્કેરવાનું કામ કયુંર્ છે. રાહુલનું કત્લેઆમ બાબતનું બયાન હકીકતોથી દૂર અને પોતાના જ કોંગ્રેસી મુખ્ય પ્રધાન દ્વારા પંજાબ વિધાનસભામાં કોંગ્રેસીઓ હીંસામાં શામેલ હતા તેવા અપાયેલા બયાનથી વિરૂધ્ધનું છે કાલકાએ કહયું કે જો કોંગ્રેસીઓ તેમાં શામેલ નહોતા તો મનમોહનસિંહે લોકસભામાં માફી કેમ માંગી હતી.

સિરસાએ કહયું કે સાચો શીખ કયારેય કોંગ્રેસનું સમર્થન ન કરી શકે રાહુલનું બયાન શીખો માટે ચેતવણી છે કે અમે બીજીવાર સત્તામાં આવશંુ તો ફરીથી ૧૯૮૪ વાળી કરીશું ચંદુ માજરાએ રાહુલના બયાનને કાતિલોની તરફેણ કરતું ગણાવીને તેમની વિચારસરણી અપરિપકવ છે. તેમ કહયું હતું.

(3:52 pm IST)