Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સરકાર શું કરે છે ? ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

શેરબજારના ઇન્ડેક્ષની જેમ રોજે રોજ વધે છે ઇંધણના ભાવ : આમ આદમીનો મરો : ડીઝલના ભાવ ૪ મહાનગરોમાં ૧૪ થી ૧૭ પૈસા વધ્યા : ભાવ રેકોર્ડ સપાટીએ

નવી દિલ્હી, તા. ર૯ : પેટ્રોલ-ડીઝલના ભાવ જે રીતે કુદકે ને ભૂસ્કે વધી રહ્યા છે તેનાથી આમ આદમી ભારે રોષ વ્યકત કરી રહ્યો છે. સરકાર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લોકો જણાવી રહ્યા છે. આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે.

આજે ડીઝલના ભાવ ૪ મહાનગરોમાં ૧૪ થી ૧૭ પૈસા પ્રતિલીટર વધ્યા છે. આ સાથે ભાવ નવા રેકોર્ડ ઉપર પહોંચી.  પેટ્રોલ-ડીઝલના ભાવ સતત ચોથા દિવસે વધ્યા છે. દિલ્હીમાં આ મહિને પેટ્રોલ ૧.૮૭ અને ડીઝલ ૧.૯૩ રૂપિયા મોંઘુ થયું છે. ૩૧ જુલાઇએ તેની કિંમત અનુક્રમે ૭૬.૩૧ અને ૬૭.૮ર રૂ. હતા આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૮.૧૮ અને ડીઝલનો ભાવ ૬૯.૭પ છે. કોલકતામાં ૮૧.૧૧ અને ૭ર.૬૦, મુંબઇમાં ૮પ.૬૦ અને ૭૪.૦પ, મુંબઇમાં ૮પ.૬૦ અને ૭૪ ૦પ, ચેન્નાઇમાં પેટ્રોલનો ભાવ ૮૧.રર અને ડીઝલ ૭૩.૬૯ ઉપર છે.

દિલ્હીમાં ર૮ ઓગષ્ટ ર૦૧૭ના રોજ ડીઝલનો ભાવ પ૭.૦૩ હતો જે હવે આજે ૬૯.૭પ થયો છે. ડીઝલ ૧ર.પ૦થી વધુ મોંઘુ થયું છે.

રીટેલ ભાવમાં ટેક્ષની પડતર બેઝ પ્રાઇઝથી દિલ્હીમાં વધુ થઇ ગઇ છે. પેટ્રોલની બેઇઝ પ્રાઇસ ૩૮.ર૬ તો રિટેલ ભાવ ૭૮.૧૮ થઇ ગયો છે.

(3:35 pm IST)