Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કેન્દ્રીય કર્મચારીઓને જન્માષ્ટમીની ભેટઃ DAમાં ૨% વધારો જાહેર

૪૮ લાખથી વધુ કર્મચારી અને ૬૧ લાખથી વધુ પેન્શનર્સના તહેવારો સુધર્યા : ૭ ટકાથી વધી ડીએ હવે ૯ ટકા : ૧લી જુલાઇથી અમલઃ ડીએમાં વધારો ૭માં વેતનપંચની ફોર્મ્યુલા મુજબનો

નવી દિલ્હી તા. ૨૯ : કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. ખરેખર કેબિનેટની બેઠકમાં મોંઘવારી જોઇને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. દરેક કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૨ ટકા વધારવામાં આવ્યું છે. હાલના સમયમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ૭ ટકા મોંઘવારી ભથ્થું મળ્યું છે. ૨ ટકાના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું ૯ ટકા થઇ જશે.

મોંઘવારી ભથ્થામાં જે વધારો થયો છે. આ વધારો ૭માં પગારપંચમાં નક્કી કરેલા ફોર્મ્યુલાના હિસાબથી થશે. આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજુરી બાદ હવે ૧લી જુલાઇથી આ નિર્ણય લાગુ થશે. દેશભરમાં ૪૮ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારી છે. આ ઉપરાંત ૬૧ લાખથી વધુ પેન્શનર્સ છે.

અગાઉ કેન્દ્રીય મંત્રી મંડળે મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો કર્યો હતો. આ જ વર્ષે માર્ચમાં તેની ઘોષણા કરવામાં આવી હતી. આ વધેલા દરો જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યા હતા. મોંઘવારી ભથ્થુ તે એલાઉન્સ હોય છે જે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને આપવામાં આવે છે. આ પહેલા કેન્દ્રીય મંત્રી મંડળે મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો કરી ચૂકી છે. આ જ વર્ષે માર્ચમાં તેની ઘોષણા કરવામાં આવી હતી. આ વધેલા દરો જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી હતી.

તહેવારની સીઝન પહેલા મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીને મોટી ભેટ આપી છે તેનું મોંઘવારી ભથ્થુ બે ટકા કરવામાં આવ્યું છે. આજે આર્થિક મામલાની કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી.

કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, ડીએની ગણતરી કર્મચારીની બેસિક સેલેરીના આધાર પર હોય છે. આ વર્ષે માર્ચમાં સરકારે બે ટકા ડીએ વધાર્યું હતું તેને ૫ થી ૭ ટકા કરી દેવામાં આવ્યું હતું. હવે તે ૯ ટકા કરવામાં આવ્યું છે. જોકે ડીએ જુલાઇમાં વધી જવું જોઇતું હતું પરંતુ જુન મહિનાના સુચકાંકના આંકડા અંદાજે એક મહીના બાદ મોડું જાહેર થયું.

હરીશંકર તિવારીએ જણાવ્યું કે સરકાર ઇન્ડેકસને મોટીફાય પણ કરી રહી છે. સાથે જ બેસ યર પણ બદલશે. જેના આધાર પર ડીએની ગણના થાય છે તેનાથી અંદાજે ૧ કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ભોગીઓને લાભ થશે. હાલમાં સીપીઆઇ - આઇડબલ્યુનો બેસ યર ૨૦૦૧ છે. ૨૦૦૬માં જ્યાં છઠ્ઠુ પગારપંચ લાગુ થયું ત્યારે બેસ યર ૨૦૦૬ કરી દેવામાં આવ્યું હતું.

(3:32 pm IST)