Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

...જ્યારે રાહુલ ગાંધીએ બીમાર મહિલા માટે રોકયુ હેલિકોપ્ટર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સદ્ભાવનાનું ઉદાહરણ આપ્યું

કોચી તા. ૨૯ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે કેરળમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે હતાં. આ દરમિયાન તેમણે સદભાવનાનું ઉદાહરણ આપ્યું હતું

કેરળના ચેંગનૂર ક્રિશ્ચન કોલેજમાં બનેલા હેલીપેડથી રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઉડાન ભરવી હતી. તેમની ઉડાન પછી એક એર એમ્બ્યુલન્સની ઉડાન શિડ્યુલ હતી.

આ દરમિયાન રાહુલ ગાંધીને ખબર પડી કે એર એમ્બ્યુલન્સમાં હાર્ટ એટેક સામે લડી રહેલી મહિલાને લઇ જવામાં આવી રહી છે. એટલે તેમણે પોતાના હેલિકોપ્ટરની ઉડાન રોકી દીધી અને એર એમ્બ્યુલન્સને ઉડાન ભરવા દીધી. રાહુલ ગાંધીએ એર એમ્બ્યુલન્સમાં જઇને મહિલાની તબિયત પણ પૂછી હતી.

આ અંગે કોંગ્રેસ નેતા અને પૂર્વ વિધાયક પીસી વિષ્ણુનાથે જણાવ્યું કે, 'રાહુલ ગાંધીએ એસપીજીના કર્મીઓ પહેલા એર એમ્બ્યુલન્સને ઉડાવવાની મંજૂરી આપી હતી.' રાહુલ ગાંધીએ ૩૦ મિનિટ સુધી રાહ જોઇને પછી તેમના હેલિકોપ્ટરે ઉડાન ભરી.(૨૧.૧૪)

(11:37 am IST)