Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

આ એપ પર ભાડે મળશે બોયફ્રેન્ડ!

સેકસુઅલ રિલેશનશિપ કે ખાનગી મિટીંગની મંજૂરી નહી

મુંબઈ તા. ૨૯ : અમે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમે ચોક્કસથી આશ્ચર્યમાં મૂકાઈ જશો. મુંબઈમાં એક એપ લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ છે 'રેન્ટ અ બોયફ્રેન્ડ'. આ એપ બનાવવા પાછળ જે દાવો કરાયો છે તે જાણીને તો તમે હસી-હસીને લોટપોટ થઈ જશો.

પુના અને મુંબઈમાં લોન્ચ થયેલી આ એપ ૨૯ વર્ષના કૌશલ પ્રકાશ નામના એક યુવાને તૈયાર કરી છે. તેનો દાવો છે કે, તેણે આ એપ 'ડિપ્રેશનની સારવાર' માટે જ તૈયાર કરી છે. તેનો આખો કોન્સેપ્ટ એ બાબત પર આધારિત છે કે, ભારતમાં ડિપ્રેશનની સારવાર દરેકને બોયફ્રેન્ડ પૂરો પાડીને કરી શકાશે.

ઈન્ટેરિયર ડેકોરેટરમાંથી આંતરપ્રિનિયોર બનેલા પ્રકાશે જણાવ્યું કે, 'આ એપના માધ્યમથી કોઈ સેકસુઅલ રિલેશનશિપ નહીં બાંધી શકાય કે ખાનગી મિટિંગ નહીં કરાવાય.' જોકે, તેના સ્ટેટમેન્ટમાં એ વાતનો ખુલાસો નહોંતો કે, તો પછી તેની વેબસાઈટ પર શર્ટલેસ પુરૂષની તસવીર કેમ મૂકવામાં આવી છે. જે કોઈ ૨૨દ્મક ૨૫ વર્ષનો સ્નાયુબદ્ઘ યુવાન છે.

પ્રકાશે જણાવ્યું કે, આ એપ બનાવવા પાછળનું કારણ એ છે કે તે પોતે પણ ડિપ્રેશનથી પિડાઈ રહ્યો છે. વળી, મજાની વાત તો એ છે કે, આ એપનો એક ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યો છે, તેના પર જે ડિપ્રેશન અનુભવતું હોય તે ફોન કરીને ૫૦૦ રૂપિયામાં ૧૫થી ૨૦ મિનિટ પોતાની હૈયાવરાળ કાઢી શકશે.

જયારે પૂછવામાં આવ્યું કે, લોકો આ એપ પર આવવાને બદલે સાઈકોલોજિસ્ટ કે સાઈકાસ્ટ્રિસ્ટનો સંપર્ક કેમ ન કરે? તેણે જણાવ્યું કે, 'ભારતમાં લોકો શું કહેશે તેવું બધા વિચારતા હોય છે. છોકરીઓ પણ જયારે ટૂંકા કપડાં પહેરે છે ત્યારે આવા જ પ્રતિભાવ આવતા હોય છે.'

હજુ વાત આટલેથી નથી પૂરી થઈ જતી વધુ આશ્ચર્ય તો તમને ત્યારે થશે જયારે તમને આ કામ માટે એપ્લાય કરવાની શરતો જાણશો. વેબસાઈટના દાવા મુજબ, બોયફ્રેન્ડ તરીકે 'સેવા' આપવા ઈચ્છતો યુવાન 'સંસ્કારી' અને 'ભાવનાત્મક ટેકો'આપી શકે તેવો હોવો જોઈએ. ઉપરાંત તે ૧૦થી ૧૨ ધોરણ જ ભણેલો હોવો જોઈએ. છે ને જોરદાર વાત! (૨૧.૧૪)

 

(11:36 am IST)