Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

રીપબ્લીકન પાર્ટીના દસ સેનેટરોએ સંયુકત રીતે ઓગસ્ટ માસની ર૪મી તારીખને શુક્રવારે સેનેટમાં એક હેલ્થ ઇન્સ્યોરન્સ બીલ રજુ કર્યુ પરંતુ મોટા ભાગના નિષ્ણાંતો તથા તેના તજજ્ઞો આ બીલને બનાવટી તેમજ છેતરપીંડી ભર્યુ માને છેઃ આવતા નવેમ્બર માસમાં યોજાનારી મધ્યવર્તી ચૂંટણીમાં આ પ્રશ્નને સતેજ રાખવા માટે આ રાજકીય દાવ અજમાવવામાં આવેલ છે પરંતુ તેમાં તેઓ કેટલી સફળતા મેળવશે તે તો આવનારો સમય જ કહેશેઃ હાલમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાતા ભોપાળા બહાર આવી રહ્યા છે ત્યારે તેની અસર આગામી ચૂંટણી પર કેવી પડશે તે તો સમય જ કહેશે ઃ જનતાને એકજ વખત મુરખ બનાવી શકાય વારંવાર નહીં.

 (કપિલા શાહ દ્વારા ) શિકાગોઃ  રીપ્લીકન પાર્ટીના દસ સેનેટરોએ ગયા શુક્રવારે એક હેલ્થ ઇન્સ્યુરન્સ બીલ તૈયાર કરીને  તેને સેનેટમાં રજુ કરેલ છે. અને તે બીલમાં પૂર્વ હાલની શરતો કે જેને અગ્રેજીમાં પ્રીએકઝીસ્ટીંગ કન્ડીશન કહેવામાં આવે છે તેનો સમાવેશ કરવામાં આવેલો છે એટલે કે જે  વ્યકિત હેલ્થ  ઇન્સ્યોરન્સ મેળવે તેની જે હાલત હો તે વીમા કંપનીએ સ્વીકાર કરવાનો રહેશે. પરંતુ આ બીલ સેનેટમાં રજુ કરવામાં આવ્યું ત્યારે તેનો અભ્યાસ કર્યા બાદ આ ક્ષેત્રના નિષ્ણાંત અને  અનુભવીઓનું એવું કહેવું છે કે  આ રજુ કરવામાં  આવેલું બીલ નર્યુ છેતરપીંડી અને તદન અમેરીકન પ્રજા સાથે  બનાવટીભયુ છે. ઓબામા કેર એકટમાં  આ પ્રશ્ને  જે ખાતરી આપવામા આવેલ છે તેવી ખાત્રી આ બીલમાં નથી એવું તેઓ માની  રહ્યા છે. આથી અમેરીકન પ્રજાએ  જાગૃત રહી  અને ચોકકસ પ્રમાણમાં નિર્ણય કરવાનો રહે છે કે  જેઓની પાસે હાલમાં પૂર્વ હાલની શરતો છે તે શરત તેમની હણાઇ ન જાય તેની તેણે કાળજી રાખવાની રહેશે.  સેનેટરો આ બીલ દ્વારા એવું જણાવી રહ્યા છે કે તેમની જે  શરતો છે તે  ચાલું રહેશે પરંતુ આંતરિક સત્ય બીના એવી છે કે  ભલે તેઓ તે પ્રમાણે  કરે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે આ સમગ્ર બીના બનાવટી ભરેલ છે. અને તમામ લોકોએ આ બીનાથી સાચવીને ચાલવાની જરૃરત છે.

ગયા શુ્ક્રવારે  આ બનાવટી બીલની શરૃઆત  એ રીપબ્લીકનો દ્વારા લાંબા સમયથી ચાલતી ઝુંબેશનું પરીણામ છે  અને તે  કોઇપણ વ્યકિતના આરોગ્ય સંભાળ પ્રણાલીને  વધુ ખરાબ બનાવી શકે એવી શકયતાઓ તેમાં રહેલી છે. અને આથી મોટાઙ્ગઅવાજે તેની  તેઓ ઘોષણા કરી રહેલ છે.

આ અંગે વધારામાં  જણાવવાનું કે  રીપબ્લીકન પાર્ટીના આ કોંગ્રેનલ નેતાઓએ  એફોડેબલ કેર એકટ ઉર્ફે ઓબામા કેર એકટને નાબૂદ  કરવા માટે અનેક  પ્રકારના ધમપછાડાઓ કર્યા હતા અને તેમાં  પૂર્વ હાલની શરતોને નેસ્ત નાબુદ  કરવા જેવા પગલાઓ ભર્યા હતા કે જે તેમણે હરહંમેશ જણાવ્યું હતું કે તે રદ કરવામાં  આવશે નહી. પરંતે તેમણે આ કિસ્સામાં  તેઓએ શું કર્યુ તે આપણે જોઇ ગયેલા છીએ.  તેમણે આ શરતો કાયમ માટે રહેશે એવીખાત્રી  આપેલ અને હવે તેના પર કુહાડાનો ઘા મારેલ છે.  અને તેનાથી સૌ માહિતગાર છે.

હેલ્થ ઇન્સ્યોરનસનું જે બીલ સેનેટમાં  રજુ કરવામાં  આવેલ છે તેમાં  અનેક પ્રકારની  શરતો ઇન્સ્યોરન્સ કંપની પર લાદવામાં  આવેલ છે પરંતુ  આ બીલ શું કહે છે તે ઉપરથી મોટે ભાગે  અર્થહીન બની જાય તે સ્વભાવીક છે.

ઓબામા કેર એકટનો અમલ શરૃ થયા ત પહેલા ઇન્સ્યોરન્સ કંપનીઓ જે તે ગ્રાહકોએ સારવાર લીધી હોય તો તેનો જે ખર્ચ થયો હોય તો એક યા અન્ય કારણોસર તેના મંજુર કરતા હતા અને તેથી  જનતા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. પરંતુ ઓબામા કેર એકટનો અમલ  શરૃ થતા  આ સમગ્ર બીનાનો  અંત આવ્યો હતો પરંતુ આ નવા બીલ દ્વારા ઇન્સ્યોરન્સ કંપની ધારે તો ખર્ચાળ દવાઓથી દર્દીઓને  તેઆ ેદૂર  રાખી શકે તેમ છે એવું નિષ્ણાંતોનું માનવું છે.

 હાલના રીપબ્લીકન પાર્ટીના જે એજન્ડાઓ છે તેમાંથી ઓબામા કેર એકટને નાબુદ કરવાનુ઼ જે કાર્ય છે તે હાલ તુરંતમાં મુલ્તવી રાખેલ છે અને એજન્ડાની તે બહાર છે તો પછી આ સેનેટરો હાલમાં શા માટે આ પ્રશ્ન અંગે જરૃરી કાર્યવાહી કરી રહ્યા છે તે સમજી શકાતું નથી.  પરંતુ આ સમગ્ર પ્રશ્નની અંદર આપને નજર  કરીએ પોતાની  પાર્ટી આ પ્રશ્ન અંગે કોઇપણ પ્રકારનો જરૃરી ઉકેલ અત્યાર સુધીમા લાવી શકેલ નથી આથી તેઓ આ પ્રશ્નને  જીવંત  રાખવા માગે છે અને તેએા આ  અંગે સચેત બની જરૃરી પગલા ભરી રહ્યા છે  એવો દેખાવ કરે છે.

ટેકસાસ રાજયમાં રીપબ્લીકન પાર્ટીના  નેતાઓ  ઓબામા કેરને સંપૂર્ણપણે નાબૂદ  કરવાની સાથે તેમાં પૂર્વ હાલની જે શરતો છે તેને  પણ નાબૂદ કરવા માટે ફેડરલ કોર્ટના નામદાર  ન્યાયાધીશ સમક્ષ માંગણી કરેલ છે.  અને વીસ જેટલા રાજયો તેમાં જોડાયેલા છે. અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાતાના અધિકારીઓ તે અંગેનો બચાવ પણ  કરનાર નથી  ત્યારે કેટલાક  ડેમોસ્ટીક પાર્ટીના કેટલાક રાજયોએ આ અંગે  કોર્ટના  દ્વાર ખખડાવેલ છે અને ઓબામા કેર એકટ ચાલુ રાખવા માટે જોરદાર માંગણીઓ કરેલ છે.

રીપબ્લીકન  પાર્ટી માટે  આ ચુંટણીનું  વર્ષ અત્યંત  ખરાબ છે કારણ કે તેમના નેતાઓ  હેલ્થ ઇન્સ્યોરન્સ અંગે કોઇ વ્યાજબી નિર્ણય લઇ શકતા નથી અને ગરીબ તેમજ  અન્ય  લોકોને ડોકટરો પાસે પાછા મોકલવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તેનાથી તેઓ વાજ આવી ગયેલ છે. મોટા ભાગના અમેરીકનો જેમાં ૬૪ ટકા લોકો  એવો અભિપ્રાય વ્યકત કરી ચુકેલ છે આ સમગ્ર પ્રશ્નનો  ઉકેલ કોર્ટ કરતા ચુંટાયેલા  પ્રતિનિધીઓ ઉકેલે એ યોગ્ય છે.  જયારે ૬ર ટકા લોકો એવું ઇચ્છી રહ્યા છે કે જે ઉમેદવાર  પૂર્વ હાલની શરતોને માન્ય રાખશે તેમના માટે કાર્ય કરશે.

રીપબ્લીકન  પાર્ટીના દસ સેનેટરો દ્રારા  જે હેલ્થ ઇન્સ્યોરન્સનું બીલ સેનેટમાં  રજુ કરવામાં  આવેલ છે તે રાજકીય પ્રેરિત હોવાનુ મોટા ભાગના લોકો માની રહ્યા છે અને આગામી  નવેમ્બર માસમાં જે મધ્યવર્તી ચુંટણી યોજાનાર છે તે વેળા તેના પ્રચાર સાધનોમાં આ પ્રકારની પ્રવૃતિને સામેલ કરી પ્રજાને અવળે માર્ગે દોરવાનો હિચકારો પ્રયાસ  કરવામાં  આવે તો નવાઇની વાત નથી.

અમેરીકન પ્રજા હવે આ અંગે બરાબર જાગૃત  અને સચેત બની ગયેલ છે અને છેલ્લાં પોણા બે વર્ષના સમયકાળ દરમ્યાન રિપબ્લીકન પાર્ટીના નેતાઓએ પ્રજાને શું આપેલ છે તે સર્વે લોકો સારી રીતે જાણે છે અને હવે ચુંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ તેઓ  ઉધામા કરે  એ સ્વભાવીક બીના છે. તેમના આ રાજકીય દાવપેચ આવનારા સમયમાં કેટલી  અસર કરશે તે તો તે વખતનો સમય જ કહેશે અને આપણે સૌ ત્યાં સુધી રાહ જોઇએ અને યથાયોગ્ય ગણાશે.

(12:00 am IST)