Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ઇન્ડિયન એશોશીએસન નોર્થ ટેક્ષાસ અને ઈન્ડીયન ફ્રેન્ડ્શીપ કાઉન્સિલની ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલબીહારી બાજપાઈને શ્રદ્ધાંજલિ

  ટેક્સાસ :  બાજપાઈજીની શ્રધાંજલિ સભા દલાસમાં IANT ના હૉલમા તા ૧૮ ઓગસ્ટ ના રોજ મળી હતી.  આ સભામાં બોર્ડ મેમ્બર અને ટ્રસ્ટી  મેમ્બર્સ  IANT, ઈન્ડીયન અમેરીકન કાઉન્સીલ કોન્સલેટ જનરલ હ્યુસ્ટન તથા કોમ્યુનીટી  લીડર તથા ગુજરાતી સીનીયર પ્લેનો ના સભ્યો હાજર રહ્યા હતા, આ પ્રસંગે IANT ના પ્રેસિડન્ટ કમલ કૌશલ ,કોન્સલેટ જનરલ   હુસ્ટન,વાઇસ  કોન્સ્યુલ શ્રી રાકેશ બનાતી,શ્રી પ્રસાદ થોટકુરા,શ્રી કુંતેશ ચોક્સી,શ્રી બી.એન.રાવ સહિતના મહાનુભાવોએ  શ્રધાંજલિ આપી હતી.સ્વ.અટલજીના ફોટા પાસે દીપ પ્રગટાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રગીત નું ગાન પણ કરવામાં આવેલ.

કાર્યક્રમના અંતમા IANT ના વાઈસ પ્રેસીડન્ટએ હાજર સૌનો આભાર વ્યક્ત કરેલ.તેવું શ્રી સુભાસ શાહની યાદી જણાવે છે.

(10:37 pm IST)