Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ઇન્ડો અમેરીકન સીનીયર્સ એસો. ઓફ શેયરવીલના સભ્યોએ ૭૨માં સ્વાતંત્ર્ય દિનની કરેલી શાનદાર ઉજવણીઃ શેયરવીલ ટાઉનશીપના મુખ્ય પોલિસ અધિકારી તથા સહાયક પોલિસ અધીકારીનું એવોર્ડ અર્પણ કરી જાહેર સન્માન કર્યુ

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ ન્યુજર્સી રાજયના શેયરવીલ ટાઉનમાં શેયરવીલ સિનીયર એસોસીએસન નામની સંસ્થા સીનીયરોના હિતાર્થે કાર્ય કરે છે અને તેના સંચાલકોએ ઓગષ્ટ માસની ૧૫મી તારીખને બુધવારના રોજ શેયરવીલ સિનિયર્સ સેન્ટરમાં ભારતના ૭૨માં સ્વાતંત્ર્ય દિનની શાનદાર રીતે ઉજવણી કરી હતી. આ પ્રસંગે સીનીયર એસોસીએસનના સભ્યો તથા ભારતીય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની શરૃઆતમાં સંસ્થાના પ્રમુખ સુભાષ દોશી તથા મંત્રીશ્રીએ હાજર રહેલા સભ્યો તથા મહેમાનોને આવકાર આપ્યો હતો અને ત્યાર બાદ આ સંસ્થાના અગ્રણી પ્રિતિબેન દ્વારા પ્રાર્થના રજુ કરવામાં આવી હતી. શ્રીમતી રમાબેન ઠાકર અને શ્રીમતી નયનાબેન શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તેમાં સૌ સભ્યોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે બંન્ને રાષ્ટ્રોના રાષ્ટ્રિય ગીત રજુ કરવામાં આવ્યા હતા.

ધ્વજવંદનની વિધિ પૂર્ણ થયા બાદ આ પ્રસંગે શેયરવીલ ટાઉનશીપના પોલિસ વડા જોન ઝેબ્રોરિકને દિપક શાહના હસ્તે તેમજ સહાયક પોલિસ વડાને શ્રીમુકુન્દભાઇ ઠાકરના વરદ હસ્તે એવોર્ડ અર્પણ કરી જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શેયરવીલ સિનિયર્સ સેન્ટરના ડિરેકટર જેનીફર કુશીને સ્કિને પ્રમુખ સુભાષ દોશી દ્વારા તેમજ સહાયક ડિરેકટર જીની મોન્ટેને સંસ્થાના મંત્રીના વરદ હસ્તે પુષ્પગુચ્છ આર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમણે આભાર સહ આનંદની લાગણીઓ વ્યકત કરી હતી.

આ પ્રસંગે સર્વશ્રી મુકુન્દભાઇ ઠક્કર, દિપકભાઇ શાહ તેમજ અમ્રતભાઇ હઝારીએ પ્રાંસીગક દેશની આઝાદી તથા પ્રગતિ અંગે પ્રવચનો કર્યા હતા. આ વેળા ચંદ્રકાંત દેસાઇએ ભારતના રાષ્ટ્રપતિના મહાત્મા ગાંધીજીને સ્પર્શની ગઝલ રજુ કરી હતી અને સૌએ તેનો સુનફુળ પ્રત્યધાત આપ્યો હતો. ત્યારબાદ ડાન્સ ફોર એવરના નયનાબેનના ગૃપના નાના ભૂલકાઓ તથા બાળાઓ દ્વારા સુંદર નૃત્યો રજુ કરવામાં આવ્યા હતા.

અંતમાં સંસ્થાન પ્રમુખ સુભાષ દોશીએ હાજર રહેલા મહાનુભાવોમાં દિપક શાહ, મુકન્દ ઠાકર, ધનસુખ પટેલ, રમણભાઇ શાહ, ડો.અનિલ પરિખ, અજય પાટિલ, દિપક મલહોત્રા, નટુ પટેલ નવિન અમીન, જેસલ અમિન, ભાગ્યેશ કડકીયા, પંડીતીજી, અમ્રુત હઝારી, મહેન્દ્ર શાહ, ચંદ્રકાંત શાહ, વિઠ્ઠલ પટેલ, બાબુશાહ, ચંદ્રકાંત દેસાઇ, ધિરેન્દ્ર શાહ, અરૃણ મહેતા, ગોવિંદ શાહ, નલિન મશરૃવાલા, વલ્લભ રાઠોડ, પ્રવિણ તંબોલી, નરેશ શાહ તથા વિજય શાહ, માયા પટેલનો આ પ્રસંગે હાજર રહેવા બદલ આભાર માન્યો હતો.

હાજર રહેલા સૌ મહેમાનોએ ખુશ્બુ રેસ્ટોરન્ટના ભોજનનો આસ્વાદ માણીને વિખુટા પડ્યા હતા

(10:34 pm IST)