Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

પૂરગ્રસ્ત કેરળને માત્ર 14 દિવસમાં મુખ્યમંત્રી રાહત કોષમાં મળી 714 કરોડની મદદ

કેરળમાં પૂરગ્રસ્તોને મદદ કરવા માટે લોકોએ જબરો પ્રતિસાદ આપ્યો છે સામાન્ય લોકોએ મુખ્યપ્રધાન રાહત કોષમાં લગભગ 714 કરોડ રૂપિયાની મદદ કરી છે એકલા પેટીએમથી 43 કરોડ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા છે.

 કેરળના મુખ્યપ્રધાન કાર્યાલયના નવા આંકડા પ્રમાણે લોકોએ મુખ્યપ્રધાન આફત રાહત કોષમામં દાન કર્યું છે અને તે 713.92 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તેવામાં 132.62 કરોડ રૂપિયા બેંકો અને યુપીઆઈ દ્વારા અને 43 કરોડ રૂપિયા પેટીએમના માધ્યમથી દાનમાં ણળ્યા છે. લગભગ વીસ કરોડ રૂપિયા રોકડ, ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા મુખ્યપ્રધાન કાર્યાલયને મોકલવામાં આવ્યા છે. પૂરગ્રસ્તો માટે લોકો દ્વારા માતબાર મદદ માત્ર 14 દિવસની અંદર આવી છે. આ આંકડો કેન્દ્ર સરકાર તરફથી કેરળ માટે ઘોષિત મદદથી વીસ ટકા જેટલો વધારે છે.

  કેન્દ્ર સરકાર દ્વારા કેરળને પાંચસો કરોડ રૂપિયાની આર્થિક મદદનું એલાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યની મુલાકાત વખતે કરવામાં આવ્યું હતું. જ્યારે ગૃહ પ્રધાન રાજનાથસિંહની કેરળ મુલાકાત વખથે એકસો કરોડ રૂપિયાની મદદનું એલાન કરાયું હતું.

  કેન્દ્ર સરકાર દ્વારા કેરળને 600 કરોડ રૂપિયાની પ્રારંભિક આર્થિક મદદનું એલાન કરાયું હતું. એવું પણ માનવામાં આવે છે કે કેરળ સરકાર વિશ્વ બેંક પાસેથી નાણાંકીય મદદ લેવા માટે વિચારણા કરી રહી છે. જો કે કેરળ સરકાર દ્વારા વિશ્વ બેંક પાસેથી મદદ માટે કેટલી રકમ માંગવામાં આવશે તેનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.

(9:00 am IST)