Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

વિડીયો : ભારે વરસાદના પગલે ૧૦૦ ફૂટ પહોળા અને ૧૦૦૦ ફૂટ ઊંચેથી પડતા ગોવાના દૂધસાગર ધોધના દિલ ધડક દ્રશ્યો

પ્રકૃતિની કમાલ ! ગોવાના પણજીથી ૬૦ કિમિ દૂર આવેલ માંડોવી(મ્હાદેઈ) નદી પર સ્થિત ચાર-સ્તરિય દુધસાગર ધોધ પર ભારે વરસાદના પગલે શ્વાસ થંભાવી દેતા દ્રશ્યો.. જાણીતા પર્યાવરણવિદ અને સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ તેમના ટ્વિટર હેન્ડલ પર મુકેલ છે. બેલગામ - વાસ્કો દ ગામા રેલ્વે માર્ગ પર મડગાંવથી આશરે ૪૬ કિમી પૂર્વમાં અને બેલાગવીથી ૮૦ કિ.મી. દક્ષિણમાં આ ધોધ આવેલ છે. દૂધસાગર ધોધનો ભારતના સૌથી ઉંચા ધોધ માં સમાવેશ થાય છે. જેની ઉંચાઈ ૩૧૦ મીટર (૧૦૧૭ ફુટ) અને સરેરાશ પહોળાઈ ૩૦ મીટર (૧૦૦ ફુટ) છે.

(9:06 pm IST)