Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ટોક્યો ઓલમ્પિક ભારતની મહાન મહિલા એથ્લેટ મેરી કોમનો પરાજય: ઓલમ્પિકમાં મેડલ મેળવવાની આશા રોળાઈ ગઈ

જબરજસ્ત સ્પર્ધા પછી ભારતની "મેગ્નિફિશન્ટ" મેરી કોમ ઓલમ્પિકથી બહાર ફેંકાઈ ગયેલ છે. ભારતની સર્વશ્રેષ્ઠ કુસ્તીબાજ મેરી કોમ ટોક્યો ઓલમ્પિકમાં મહિલાઓની ૫૧ કિલો કેટેગરીમાં રમતની બહાર ફેંકાઈ ગયેલ છે. કોલંબિયાની ઈંગ્રીત વેલેન્સિયા સામે અંતિમ ૧૬ માટેના આ મુકાબલામાં ૩-૨ થી તેનો પરાજય થયો હતો. મેરી કોમ હવે ઓલમ્પિકના ક્વાર્ટર ફાઇનલમાં જવાથી સહેજમાં રહી ગઈ છે. આ એનો અંતિમ ઓલમ્પિક મેચ હતો. આ હારની સાથે જ મેરી કોમની ઓલમ્પિક ખેલની સફર સમાપ્ત થઈ ગઈ છે, સાથે જ ભારતની ચંદ્રક માટેની એક મોટી આશા પણ સમાપ્ત થઈ ગઈ છે. ૩૮ વર્ષની મેરી કોમ છ વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે અને ભારતની સૌથી મહાન મહિલા  કુસ્તીબાજ છે. પરાજય પછી મેરી કોમ ખૂબ જ ભાવુક જોવા મળી હતી.

(5:23 pm IST)