Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

દિલ્હી વિધાનસભાની બહાર કોંગ્રેસનું પ્રદર્શનઃ કેજરીવાલ સરકારનું ટેન્શન વધ્યું

મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે

દિલ્હી, તા. ર૯:  રાજધાની દિલ્હીની વિધાનસભામાં આજે મોન્સુન સત્ર શરૂ થઈ રહ્યું છે. આ બધા વચ્ચે કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિધાનસભાની બહાર જોરદાર હંગામો શરૂ કર્યો હતો. કોંગ્રેસે ત્રણ મુદ્દે કેજરીવાલ સરકાર પાસેથી જવાબ માંગી રહી છે અને તેના કારણે જોરદાર દેખાવ કરી રહ્યા છે. કોંગ્રેસ ઈચ્છે છે કે દિલ્હી સરકાર DTC બસ ખરીદવાનું કૌભાંડ, દિલ્હીમાં પીવાના પાણીની સમસ્યા અને મોંઘવારી પર જવાબ આપે.

કોંગ્રેસે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે કેજરીવાલે સરકારની નીતિઓ સામે વિધાનસભાનો ઘેરાવ કરી સરકાર સામે આહ્વાન કર્યું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રદર્શન કરતાં કરતાં પોલીસ દ્વારા લગાડવામાં આવેલ બેરીકેડ પણ તોડી નાખ્યા હતા અને સરકારમાં મંત્રીઓ, ધારાસભ્યોને ઘેરી લીધા હતા.   

જો વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે હંગામો શરૂ થઈ ગયો હતો. સંસદમાં ભાજપના ધારાસભ્ય ઓપી શર્માએ આપના ધારાસભ્યને પોતાની ઓકાતમાં રહે તેવી વાત કરી હતી. આ વાતનો પણ સખત વિરોધ થયો. સ્પીકરે ઓપી શર્માને માફી માંગવાનું કહ્યું પણ તેમણે માફી માંગી નહીં. જેના કારણે તેમને એક દિવસ માટે સદનમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

(3:30 pm IST)